રાજકોટ શહેરમા અનેકવાર જાહેરમા મારામારી અને બાઇક પર જોખમી સ્ટંટનાં વીડીયો વાઇરલ થતા હોય છે ત્યારે જુના મોરબી રોડ પર સરાજાહેર રીક્ષા ચાલક પર ચાર શખ્સોએ ખુની હુમલો કર્યાનો વીડીયો સોશ્યલ મીડિયામા વાયરલ થયો છે જેમા એક શખ્સ પાસે ખુલ્લી છરી છે અને રીક્ષા ચાલક પર હુમલો કરતો અને જાહેરમા 3 શખ્સો ગાળો બોલતા નજરે પડી રહયા છે. તેમજ આરોપીએ મોટો પથ્થર લઇ અને રીક્ષામા તોડફોડ કરી હતી. આ મામલે કોઇએ 100 નંબરમા જાણ કરતા થોડીવારમા પોલીસ ત્યા પહોંચી ગઇ હતી. આ ઘટનામા પોલીસમાથી જાણવા મળ્યુ હતુ કે હાલ બંને પક્ષે સમાધાન થઇ ગયુ છે. પરંતુ છરી સાથે જાહેરમા આતંક મચાવનાર શખ્સ સામે કાર્યવાહી કરવા લોકોમા માગ ઉઠી છે.

