Site icon Gujarat Mirror

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં 16 કિ.મી.લાંબી ટનલની કામગીરી શરૂ

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે મહારાષ્ટ્રમાં બાંદ્રા કુર્લા કોમ્પેકસ અને સાવલી વચ્ચે 16 કિ.મી.લાંબી ટર્નલના નિર્માણ માટે ટર્નલ બોરિંગ મશીનને જમીનની નીચે ઉતારવાનું અંને એસેમ્બલ કરવાનું કામ શરૂ થયું છે. આ પ્રોજેકટ હેઠળ કુલ 21 કિ.મી.લાંબી ટર્નલનું નિર્માણ થવાનું છે. જેમાં થાણે ક્રીકની નીચે ભારતની પ્રથમ 7 કિ.મી. લાંબી અંડરસી (દરિયાની નીચે) ટનલનો પણ સમાવેશ થાય છે.

આ કામગીરી માટે વિક્રોલી ખાતે 56 મીટરની ઉંડાઈએ મશીનનો મુખ્ય ભાગ ઉતારવામાં આવ્યો હતો. જે આશરે 20 માળની ઈમારત જેટલી ઉંચાઈ ધરાવે છે. આ કામગીરીમાં સ્લરી આધારિત મિકસ શીલ્ડ ટેકનોલોજી ધરાવતાં બે અત્યાધુનિક ટી.બી.એમ. મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ મશીનોનું વજન અનુક્રમે 3080 ટન અને 3184 ટન છે. આ મશીન પ્રતિ મિનિટ 49 મીમીના મહત્તમ દરથી ખોદકામ કરવાની ક્ષમતા ધરાવે છે.

Exit mobile version