ગુજરાત

સોમનાથ ખાતે ચાલતા કોળી સમાજના આંદોલનનું પાંચમા દિવસે સુખદ સમાધાન

Published

on


સોમનાથ ખાતે વેણેશ્વર ખાતે કોળી સમાજ ની જગ્યા મા રામદેવપીર નુ મંદિર અને ગૌશાળા આવેલ હતી આ જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1994 મા ઠરાવ કરી આપવામાં આવેલ પરંતુ આજ દિવસ સુધી કોઈ વહિવટી પ્રક્રિયા કરવામાં આવેલ નથી અને આ જગ્યા મા આવેલ ગૌશાળા ની ગાયો ને કોઈ જાતની જાણ વગર નગરપાલિકા વેરાવળ પાંજરાપોળ મા લઇ ગયેલ અને બીજા દિવસે જે સી બી સાથે ડીમોલેશન કરવા આવેલ પરંતુ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા અને આગેવાનો દ્વારા આ ડિમોલશન ને અટકાવેલ અને ધારાસભ્ય સહિત સમાજના આગેવાનો અને સમાજ ના લોકો આંદોલન મા બેસી ગયા અને પાંચ દિવસ મા રામધૂન,કથા, સમાજ નુ સંમેલન અને વિશાળ બાઈક રેલી કાઢી વડાપ્રધાન ને રજુઆત કરવામાં આવેલ અને માંગણી કરવામાં આવેલ કે આ જગ્યા મા જ્યાં સુધી આગેવાનો સાથે બેઠક ન થાય ત્યાં સુધી ગૌશાળા કે રામદેવપીર ના મંદિર નુ ડીમોલેશન કરવામાં ન આવે તેવી સોમનાથ ટ્રસ્ટ પાસે લેખિત મા માંગણી કરવામાં આવેલ.


ત્યાર બાદ આંદોલન ના પાંચમા દિવસે જીલ્લા ના અને પ્રભાસ પાટણ પોલીસ ના અધિકારીઓ સાથે સામજ ના આગેવાનો અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા અને સાંસદ રાજેશભાઈ ચુડાસમા ની બેઠક યોજાયેલ
અને બેઠક બાદ જ્યાં આંદોલન ચાલુ હતુ તે જગ્યાએ મીટીંગ નુ આયોજન કરવામાં આવેલ અને સમાજના લોકો ને બેઠકમાં થયેલ વાતચીત જણાવેલ જેમા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ જણાવેલ કે અમારી માંગણી હતી કે સમાજ ના આગેવાનો સાથે બેઠક બાદ આ જગ્યા નુ ડીમોલેશન કરવામાં આવે તેવી સોમનાથ ટ્રસ્ટ પાસે લેખિત મા માંગણી કરેલ પરંતુ સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા ખાત્રી મળતા આ આંદોલન અહિ પુર્ણ કરવામાં આવેલ છે.


આ બાબતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા એ જણાવેલ કે સોમનાથ ટ્રસ્ટ ના અધ્યક્ષ નરેન્દ્ર ભાઇ મોદી છે અને તેવો વડાપ્રધાન છે જેથી તાત્કાલિક તેવો લેખીતમાં આપી શકે નહિ જેથી તેના વતી હું સમાજ ના લોકો અને સમાજના આગેવાનો ને ખાત્રી આપું છું કે જ્યાં સુધી આગેવાનો સાથે બેઠક નહીં કરવામાં આવે ત્યાં સુધી ડિમોલેશન તો શુ પણ આ જગ્યા માંથી ચપટી ધુળ પણ નહીં લેવાય અને સમાજ ના આગેવાનો સાથે બેઠક બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે.


અને સાંસદ દ્વારા ખાત્રી આપતા આ આંદોલન નો પાંચમા દિવસે અંત આવેલ છે અને સમાજ ના ભાઈઓ બહેનો એ ઉત્સાહમાં ઝુમી ઉઠ્યા હતા અને આગેવાનો ને ખભા ઉપર બેસાડી રેલી કાઢી હતી આ મીટીંગ માં સમાજ ના પ્રમુખ અને આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version