મહિલા T-20 વર્લ્ડ કપ પાકિસ્તાનમાં, ભારત તેની મેચો દુબઇમાં રમશે ?

  ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાન પર મુકાબલો માત્ર ICC ટૂર્નામેન્ટ્સમાં જ જોવા મળે છે. બંને દેશો વચ્ચેના રાજકીય તણાવની અસર લાંબા સમયથી રમતગમતના…

 

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાન પર મુકાબલો માત્ર ICC ટૂર્નામેન્ટ્સમાં જ જોવા મળે છે. બંને દેશો વચ્ચેના રાજકીય તણાવની અસર લાંબા સમયથી રમતગમતના સંબંધો પર પણ સાફ નજરે પડે છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને ICC એ મહિલા ક્રિકેટને લઈને મોટું એલાન કર્યું છે. વર્ષ 2028નો ‘મહિલા T20 વર્લ્ડ કપ’ પાકિસ્તાનમાં યોજાનાર છે. જોકે, સુરક્ષા કારણો અને સરકારી નીતિઓને કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ICC એ ભારતના મુકાબલા માટે એક ખાસ ‘હાઇબ્રિડ મોડેલ’ તૈયાર કર્યું છે.

2028 મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન 7 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે નક્કી કરવામાં આવ્યું છે. પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું મુખ્ય યજમાન રહેશે, પરંતુ ભારતીય ટીમ પોતાની તમામ મેચો પાકિસ્તાનની બહાર કોઈ ન્યૂટ્રલ વેન્યુ પર રમશે. સૂત્રના જણાવ્યા અનુસાર, ભારતીય મેચો માટે સંયુક્ત આરબ અમીરાત (UAE) એટલે કે દુબઈને ન્યૂટ્રલ વેન્યુ બનાવવાની પૂરી સંભાવના છે. પાકિસ્તાન અને દુબઈ વચ્ચેનું અંતર ઓછું હોવાને કારણે ટીમોનું લોજિસ્ટિક્સ, મુસાફરી અને બજેટ સંભાળવું ખૂબ જ સરળ અને આર્થિક રીતે સસ્તું પડે છે.

એટલે કે 12 ટીમો વચ્ચેના આ વર્લ્ડ કપની મોટાભાગની મેચો પાકિસ્તાનમાં થશે, જ્યારે ટીમ ઇન્ડિયા તેની તમામ મેચો દુબઈમાં રમશે.જો ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચે છે, તો તે મેચ પણ દુબઈમાં જ રમાશે. પરંતુ, જો ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ જાય છે, તો ટુર્નામેન્ટની ફાઈનલ મેચ લાહોરના એક ઐતિહાસિક સ્ટેડિયમમાં યોજાશે. ઙઈઇને આશા છે કે આવી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવાથી પાકિસ્તાનમાં મહિલા ક્રિકેટને વેગ મળશે અને નવા પ્રેક્ષકો આકર્ષાશે.