સની દેઓલની ‘સૂર્યા’ના ટીઝર બાદ વિવાદ, IMAની કેન્દ્રમાં રજૂઆત

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સની દેઓલની આગામી ફિલ્મ ’સૂર્યા: અંત સે આરંભ તક’ રિલીઝ પહેલાં જ વિવાદમાં સપડાઈ છે. ફિલ્મનું ટીઝર સામે આવ્યા બાદ તબીબી વ્યવસાયના…

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સની દેઓલની આગામી ફિલ્મ ’સૂર્યા: અંત સે આરંભ તક’ રિલીઝ પહેલાં જ વિવાદમાં સપડાઈ છે. ફિલ્મનું ટીઝર સામે આવ્યા બાદ તબીબી વ્યવસાયના ચિત્રણ અને ડોક્ટરો સામે દર્શાવવામાં આવેલી હિંસાને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વાંધો ઉઠાવ્યો છે. સંસ્થાએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ફિલ્મની તાત્કાલિક અને નિષ્પક્ષ સમીક્ષા કરવાની માંગ કરી છે. સાથે જ જરૂૂરી ફેરફાર કરવા અને કાયદા હેઠળ યોગ્ય પગલાં લેવા અપીલ કરી છે. જો જરૂૂર જણાય તો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની શક્યતા પર પણ વિચાર કરવા જણાવ્યું છે.

સની દેઓલની ફિલ્મ ’સૂર્યા: અંત સે આરંભ તક’નું ટીઝર 19 ઓક્ટોબર, 2026ના રોજ અભિનેતાના જન્મદિવસ નિમિત્તે રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં સની દેઓલ એક પિતા અને પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળે છે, જે પોતાની પુત્રીના મૃત્યુ પાછળનું સત્ય શોધવા માટે સંઘર્ષ કરે છે. તપાસ દરમિયાન તેનું પાત્ર આરોગ્ય વ્યવસ્થામાં થતી કથિત ગેરરીતિઓ, વધારાના બિલિંગ અને કમિશન જેવી બાબતો સામે સવાલો ઊભા કરે છે.