Site icon Gujarat Mirror

મહિલા આરક્ષણ બિલ કોંગ્રેસની આડોડાઈના કારણે પાસ ન થયુ : જામનગરના સાંસદ

દેશના મહિલાઓ છેલ્લા 40 વર્ષ થી જેની રાહ જોતા હતા એ 33 ટકા મહિલા આરક્ષણ બિલ ને તારીખ 14 ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસ અને અમુક પક્ષો એ આ બિલ ને પાસ કરવા દીધું ન હતું.

જામનગરમાં આજે પત્રકાર પરિષદને સંબોધતા હાલારના સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં નિષ્ઠાભર્યા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. પરંતુ કોંગ્રેસ ની આડોડાઈ ના કારણે આ બિલ.ને પાસ કરવામાં દેવામાં આવ્યું ન હતું. આ દિવસ ને બહેનો ક્યારે પણ ભૂલશે નહીં અને કોંગ્રેસ ને માફ કરશે નહીં. અને આ દિવસ ને કાળો દિવસ તરીકે યાદ કરશે.

આ બિલ પાસ થવા નહીં દઈ દેવતા 70 કરોડ બહેનો નો અવાજ રૂૂંધાયો છે. દેશની બહેનો આ બધું જાણે છે અને જુએ છે. મહિલા સશક્તિકરણનો આ પ્રયાસ હતો. જેમાં વર્ષ 2029 માં આવનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં બહેનોને 33 ટકા આરક્ષણ આપવાની યોજના હતી. પરંતુ કોંગ્રેસ હંમેશા વિરોધી રહી છે અને વોટ બેન્કની રાજનીતિ કરે છે. જ્યારે લોકસભામાં કોંગ્રેસ સહિતના અમુક પક્ષોએ મતદાન કરીને બીલને પાસ ના થવા દીધું અને પોતા નો વિજય થયો હોય તેમ બેન્ચ ને થપથપાવી હતી.

કોંગ્રેસે હંમેશા પરિવાર વાદની રાજનીતિ કરી રહ્યું છે. મહિલાઓ માટે 60 વર્ષમાં તેમણે શું કર્યું ? જ્યારે નરેન્દ્ર મોદી સરકારે 10 વર્ષ માં શું કર્યું ? તેની સરખામણી કરો તો આપોઆપ કોંગ્રેસની મહિલા વિરોધી નીતિ જાણવા મળી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકારે 370 ની કલમ , અયોધ્યા મંદિર નિર્માણ , ઓપરેશન સિંદૂર , એર સ્ટ્રાઇક જેવા કાર્યો છે. જેનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને સવાલો ઉઠાવ્યા છે. ત્રીપલ તલાક સામે પણ કોંગ્રેસે આંગળી ઉઠાવી હતી આમ દેશની પ્રગતિમાં કોંગ્રેસ વિરોધી પાર્ટી છે. અરે ડિજિટલ ઇન્ડિયા નો પણ તેણે વિરોધ કર્યો છે.

સાંસદ પૂનમબેન માડમ એ વધુ માં જણાવ્યું હતું કે આવતા દિવસોમાં બહેનો મહિલા બિલ ના મુદ્દે કોંગ્રેસ.ને જડબાતોડ જવાબ આપશે. આ પત્રકાર પરિષદમાં જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version