Site icon Gujarat Mirror

RDC બેંકના લોકરમાંથી બિલ્ડરના 54.17 લાખના દાગીનાની ચોરી

પોલીસે તપાસ કરતાં કર્મચારીએ જ હાથ સાફ કર્યાનું ખુલ્યું, ક્રાઈમ બ્રાંચે આરોપીની સઘન પૂછતાછ કરી

રેસકોર્સ રીંગ રોડ ઉપર શ્રેયસ સોસાયટીમાં રહેતા અગ્રણી બિલ્ડર જયભાઈ તળાવિયાના ડિસ્ટ્રીકટ બેન્કના લોકરમાંથી લોકરમાંથી સોનાના દાગીના 1287.865 ગ્રામ કિંમત. રૂૂપિયા 51,47,210, ચાંદીના ત્રણ કિલોના દાગીના તથા વાસણો કિ. રૂૂપિયા 2.70 લાખ એમ કુલ રૂૂપિયા 54,17,210ની કોઇ અજાણ્યો શખસ ચોરી કરી ગયા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે એ ડિવિઝન પોલીસ, એલસીબી અને ક્રાઇમબ્રાંચે તપાસ હાથ ધરી બેન્કના જ કર્મચારીને ઝડપી લઇ ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો છે.

વધુ વિગતો મુજબ,શહેરના રેસકોર્સ રીંગ રોડ પર શ્રેયસ સોસાયટી શેરી નં.2માં શ્રેયસ બંગલો નં.11માં રહેતા શહેરના અગ્રણી બિલ્ડર જય ભરતભાઈ તળાવિયા (ઉ.વ.30) દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રાજકોટમાં રેસકોર્સ રીંગ રોડ પર રેસકોર્સ પ્લાઝામાં ઓફિસ નં.201માં ક્ધસ્ટ્રકશનનું તેમના પિતા ભરતભાઇ સાથે કામકાજ કરે છે. તેઓને ચૌધરી હાઇસ્કૂલ પાસે રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેન્કમાં પાંચ વર્ષથી બેન્ક લોકર છે. આ લોકર તેઓ તથા તેમના માતાના નામે છે અને ફરિયાદી લોકર ઓપરેટ કરે છે. લોકર ખોલાવતી વખતી એક ચાવી લોકરધારકને અને અન્ય ચાવી બેન્કના જવાબદાર કર્મચારી પાસે હોય છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, અમે જયારે લોકર ખોલાવેલ ત્યારબાદથી આ લોકરમાં અમારા ઘરના સભ્યોના સોનાના દાગીના તેમજ ચાંદીના દાગીના, ચાંદીના વાસણો તેમાં રાખતા હતાં. લ પ્રસગં અથવા શુભ પ્રસંગે દાગીનાની જરૂૂરિયાત પડતી ત્યારે લોકરમાંથી લાવતા હતાં. ગત તા.24-4-2025ના સાંજના તેઓ દાગીના મુકવા માટે બેન્કે ગયા હતાં. જેથી જવાબદાર કર્મચારી સાથે લોકરરૂૂમમાં લોકર ઓપરેટ કરવા માટે ગયા હતાં બાદમાં બેન્કનો કર્મચારી લોકરરૂૂમમાંથી જતો રહ્યો હતો અને અહીં સોના-ચાંદીના દાગીના તથા વાસણો રાખી તેઓએ લોકર બધં કરી દીધું હતું.

દરમિયાન ગઈ તા.6-5-2025ના બપોરના 12-30 વાગ્યા આસપાસ લપ્રસંગમાં જવાનું હોવાથી અહીં બેન્કે ગયા હતાં. બેન્કનું લોકર ખોલી ફરિયાદીએ જોતા લોકરમાં રાખેલા ચાંદીના દાગીના તેમજ ચાંદીના વાસણો કિંમત રૂૂપિયા 54,17,210 જોવા મળ્યા ન હતાં. જેથી આ બાબતે હાજર બેન્ક કર્મચારીને જાણ કરી હતી. બેન્ક કર્મચારીએ લોકરમાં જોતા લોકરનું ખાનું ખાલી હતું બાદમાં આ બાબતે બ્રાન્ચ મેનેજરને વાત કરી હતી તેમજ બેન્કના મેનેજર અને સીઇઓને પણ મળ્યા હતાં.આમ બિલ્ડર જયભાઈ તળાવિયાના ડિસ્ટ્રીકટ બેન્કના નોંધાવી છે. આ ચોરીની ઘટનાને લઇ એ ડિવિઝન પોલીસ ઉપરાંત એલસીબી ઝોન-2 તથા ક્રાઇમબ્રાન્ચની ટીમે તપાસ શરૂૂ કરી હતી.જેમાં બેન્કના કર્મચારીની ભૂમિકા શંકાસ્પદ જણાતા પોલીસે તેને ઉઠાવી લઇ પુછતાછ કરતા ચોરીના આ બનાવનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ક્રાઈમ બ્રાંચના પીઆઈ ગોંડલીયા, પીઆઈ ડામોર, પીઆઈ જાદવની રાહબદરીમાં પીએસઆઈ ગરચર અને ટીમે આરોપી કોટકની પુછપરછ કરી પોલીસે સોનાના દાગીના સહિતનો આ મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે.

Exit mobile version