Site icon Gujarat Mirror

જામનગરની સત્યમ કોલોનીમાં નળમાં ગટરનું પાણી આવતા મહિલાઓ રણચંડી બની

જામનગર ના સત્યમ કોલોની ,શિવમ સોસાયટી વિસ્તાર માં છેલ્લા ઘણા સમયથી રહેવાસીઓ ને પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઈને આવતા હોવા થી સ્થાનિક વિસ્તારની મહિલાઓએ ગઈકાલે રસ્તા રોકો આંદોલન કરીને તંત્રને કુંભકરણ ની ઊંઘ માંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.અને સમજાવટ કરી રસ્તો ખુલ્લો કરાવવા માટે ની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ પોતાની માંગણી સંતોષાઇ ન હોવાથી સમગ્ર વિસ્તારના મહિલાઓ આજે મહાનગરપાલિકા ની કચેરીમાં રણચંડી બનીને પહોંચ્યા હતા, અને હલ્લાબોલ કર્યો હતો, જેથી મહાનગરપાલિકા ની કચેરીમાં દોડધામ થઈ ગઈ હતી.

સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ મહાનગરપાલિકાનું તંત્ર અને સત્તાધીશો ચાર મહિના ની રજૂઆત પછી પણ સ્વચ્છ પાણી આપી શક્યા નથી. 77 વર્ષની આઝાદી પછી પણ જામનગરમાં સ્વચ્છ પાણી મળતું ન હોય, તો વિશ્વ ગુરુ બનવાના સપના છોડી દેવા જોઈએ. ઉપરાંત વ્યવસ્થાપકોએ તો ડૂબી મરવા જેવી બાબત છે, તેવો પણ આક્રોશ વ્યક્ત કરાયો હતો.

Exit mobile version