Site icon Gujarat Mirror

મોઢા ઉપર યુવતીના નખના નિશાન પરથી સાઇકોકિલર રાજકોટમાંથી ઝડપાયો

અમદાવાદમાં મોડેલ યુવકની હત્યા કરી યુવતીને છરીના ઘા ઝીંક્યા બાદ આરોપી રાજકોટના માંડા ડુંગરમાં બહેનના ઘરે છૂપાઇ ગયો

પોતાના લગ્ન થતાં ન હોવાથી પ્રેમી યુગલને જોતાં જ મનોવિકૃત શખ્સ સંયમ ગુમાવી દેતો

ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે થયેલી વૈભવ મનવાણી નામના મોડલની હત્યા કરનાર સાયકો કિલર વિપુલ પરમારને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજકોટથી ઝડપી લીધો હતો.અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરી હતી. મૃતક યુવક પોતાના બર્થ ડે નિમિત્તે યુવતી સાથે મોડીરાત્રે નર્મદા કેનાલ નજીક બર્થ ડે ઉજવણી કરી રહ્યો હતો. અચાનક ગાડીમાં ઘુસી આવીને વિપુલે છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમયે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં બંન્ને પર છરીથી હુમલો કરીને લૂંટ ચલાવીને ભાગી ગયો હતો. આ હુમલામાં વૈભવ મનવાણીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.યુવતીએ પ્રતિકાર વખતે હુમલાખોરના મોઢા ઉપર નાખ માર્યા હોય જેના આધારે પોલીસને મહત્વની કડી મળી હતી. હુમલાખોર વિપુલ પરમારની છેલ્લા ચાર દિવસ શોધખોળ બાદ આરોપીને રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાંથી બહેનના ઘરેથી ઝડપી લીધો હતો.

પોતાના લગ્ન થતા ન હોવાથી પ્રેમીયુગલને જોતા જ મનોવિકૃત વિપુલે સમય ગુમાવી દીધો અને ગુન્હો આચાર્યો હતો.
આ ઘટનામાં પોલીસ કમિશ્નર જી.એસ.મલિકની સુચનાથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયન દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી હતી. ક્રાઇમ બ્રાંચની આ પ્રકારના ગુનેગારોની તપાસમાં એક ડઝનથી વધુ ગુનેગારોની પૂછપરછમાં વિપુલ પરમાર પર પોલીસનું ધ્યાન ગયું હતું. વિપુલની અનેક જગ્યાએ તપાસ કરી હતી પણ વિપુલ મળી આવ્યો નહી બીજી તરફ આરોપીની ઓળખમાં સૌથી મહત્વની કડી પોલીસ પાસે યુવતીએ આપેલું નિવેદન હતું. યુવતીએ આરોપીના વેશ અંગે પોલીસને જાણ કરી હતી.

આ ઉપરાંત આરોપી જ્યારે હુમલાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે યુવતીએ આરોપીના મોઢા પર નખ માર્યા હતા.જે નખના નિશાન આરોપીના મોઢા પર હતા આ જ નિશાન આરોપીની ઓળખ કરવામાં સૌથી મહત્વનું સાબિત થયા હતા. પોલીસની 4 ટીમ વિપુલને પકડવા કામે લાગી જેમાં વિપુલ આ પ્રકારની લૂંટ અને મારામારીની માનસિકતા ધરાવતો હોવાથી વિપુલ ફરીથી લૂંટ કરવા આવે તેવી શંકા એક ટીમને ટીમ કેનાલ પર જ રાખવામાં આવી હતી. બીજી ટીમ વિપુલના પહેલી માતાના ત્યાં અંબાપુર પાસે રાખવામાં આવી હતી. ત્રીજી ટીમ બીજી માતાના ત્યાં દહેગામના કડાદરા ગામમાં રાખવામાં આવી હતી અને ચોથી ટીમ તેના ભાઈના ત્યાં નરોડા ખાતે રાખવામાં આવી હતી.

દરમિયાન વિપુલ રાજકોટ રહેતી તેની બહેનના ઘરે હોવાની શક્યતા હતી. જેથી ક્રાઈમ બ્રાંચના પીઆઇ માધુરી ગોહેલે વિપુલને પકડવા પ્લાન બનાવ્યો અને પી.આઆઈ સહીત 5 લોકોની ટીમ રાજકોટ વિપુલના બહેનના ઘરે આવી માંડા ડુંગર વિસ્તારમાં વોચ ગોઠવી ચાલક વિપુલ અગાઉ ભાગી ગયો હતો. જેથી ફરીથી ન ભાગી શકે તે માટે પીઆઇ માધુરી ગોહેલ દ્વારા 2 કલાક સુધી આરોપીને પકડવા વોચ રાખી પોલીસ વિપુલના બહેનના ત્યાં પહોંચી ત્યારે તે ઘરે ન્હોતો. પરંતુ આજુબાજુ ફરતો હોવાની માહિતી હતી.જેથી ક્રાઈમ બ્રાંચની ટીમ ઘરની નજીક પહોંચી ત્યારે વિપુલ દેખાયો હતો. વિપુલે દૂરથી પોલીસને જોઈને ભાગી રહ્યો હતો. જોકે પોલીસે પહેલાથી જ આરોપીને પકડવા માટે પ્લાનિંગ કર્યું હોવાથી આરોપી ભાગવા લાગ્યો.

અડધો કિમી સુધી ચેઝ થયા બાદ વિપુલને પકડી લેવામાં આવ્યો હતો.આરોપીને પકડતા જ તેને મોઢા પરથી ઇજાના નિશાન પણ મળ્યા હતા. જેથી વિપુલ જ આરોપી હોવાનું સ્પષ્ટ થયું હતું. પોતાના લગ્ન થતા ન હોવાથી પ્રમીયુગલને જોતા જ મનોવિકૃત વિપુલે સમય ગુમાવી દીધો અને ગુન્હો આચાર્યો હતો. ક્રાઈમ બ્રાંચ વિપુલને લઈને અમદાવાદ પહોંચી હતી. અને અડાલજ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

Exit mobile version