ગુજરાત

કોડીનારના મૂળદ્વારકા બંદરે દારૂના દૂષણથી કંટાળી મહિલાઓની રેડ

Published

on

કોડીનાર શહેર અને તાલુકાભરમાં દેશી વિદેશી દારૂૂનો તંત્રની મિલીભગતથી ખુલ્લેઆમ મુક્તપણે વેપાર થાય છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા દારૂૂના ધંધાર્થીઓને માત્ર પ્રોત્સાહન જ આપવાનું ચાલુ રાખતા પોતાના સ્વજનો દારૂૂ ઢીંચીને રોજિંદા ઘર કંકાસ થી કંટાળી છેવટે નવા વર્ષની શરૂૂઆતમાં જ કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા બંદરની મહિલાઓ રણચંડી બનીને મૂળદ્વારકા બંદર ની એકસો જેટલી મહિલાઓએ પોતાના બંદરના વિસ્તારને અને ખાસ કરીને પોતાના બાળકોને પુરુષોને દેશી પોટલીની લતમાંથી છોડાવવા રણચંડી બનીને સંખ્યાબંધ દારૂૂના ધંધાર્થીઓને ત્યાંથી દેશી દારૂૂની પોટલીઓ ઝડપી લઈને પોલીસ તંત્રની આબરૂૂ નું લીલામ કર્યું હતું.

કોડીનાર નું મૂળદ્વારકા બંદર ઉપર માછીમારી પ્રજા રહે છે આ બંદર વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાતા દારૂૂના દૂષણથી અનેક પરિવારોના લોકો આ દારૂૂના દૂષણમાં પાઈમાલ થઈ ગયા છે દેશીદારૂૂ ને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ભેળવતા ઝેરી તત્વો ના કારણે અનેક પરિવારોના મોભીઓ તેનો ભોગ બન્યા છે અને સંખ્યાબંધ મહિલાઓ નાની ઉંમરમાં વિધવા બની છે દેશી દારૂૂની લતમાં નાની ઉંમરના બાળકો પણ આ દૂષણોનો ભોગ બન્યા છે અનેક પરિવારના મોભીઓ આ દારૂૂના લતને કારણે નાની ઉંમરમાં અવસાન પામવાના બનાવ બનતા આ વિસ્તારની ઘણી મહિલાઓ નાની ઉંમરમાં જ વિધવાઓ બની છે અને નાના બાળકો પણ આ દારૂૂની લતે ચડવાના કારણે આ વિસ્તારની મહિલાઓ દારૂૂના ધંધાર્થીઓને કારણે તંગ આવી ગઈ છે અને પોલીસ તંત્ર ની સતત નિષ્ક્રિયતા થી કંટાળી છેવટે રણચંડી બની હતી અને મૂળદ્વારકામાં અનેક જગ્યાએ દારૂૂની પોટલીઓ વેચનારા ઉપર ઘોષ બોલાવી હતી કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ દેશી દારૂૂની મીની ફેક્ટરીઓ ચાલે છે દારૂૂના તાલુકાના ગામડે ગામડે દેશી વિદેશીઓ દારૂૂ ખુલ્લેઆમ વેચાય છે અને તંત્ર ને નિયમિત પ્રસાદીના હપ્તા મળતા હોય દારૂૂના ધંધાર્થીઓ સામે આંખ મીચામણા કરી તાબોટા પાડી રહ્યા છે ત્યારે તંત્રને ખરેખર કંઈક શરમ જેવું હોય તો કોડીનાર તાલુકાની પ્રજાને નશામુક્ત કરવા માટે દારૂૂના ધંધાર્થીઓ પર કડક પગલાં ભરે તે ઇચ્છનીય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સતત બે દિવસે મહિલાઓએ કરેલી જનતા રેડ ના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોડીનાર પંથકમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે ત્યારે હવે તો આ નિમ્ભર પોલીસ તંત્ર જાગે અને કોડીનાર પંથકમાંથી દારૂૂના દૂષણને સદંતર બંધ કરાવે તેવું ભદ્ર સમાજ ઈચ્છી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version