Site icon Gujarat Mirror

સોમનાથ કોરીડોર બાબતે મહિલાઓ દ્વારા સતત વિરોધ અને સૂત્રોચ્ચાર

પ્રભાસપાટણ વિસ્તારમાં અધિકારી કર્મચારીઓની ટીમ દ્વારા સરવે

પ્રભાસમાં કોરીડોર વિરોધમાં હજુ યે ઉચાટ વ્યથિત મિલકત ધારક મહિલાઓએ આજે પણ પ્રભાસની પોત પોતાની શેરીઓમાં સુત્રોચ્ચાર થી ગજવી મૂક્યું કે કોઈપણ ભોગે કોરી ડોર તો ન જ જોઈએ સોમનાથ મંદિર પાસે કેટલીય વિશાળ જમીન છે તેમાં કોરિડોર બનાવો અથવા સોમનાથ ટ્રસ્ટ ની જગ્યાઓ વિશાળ પડી છે તેમાં જમીન આપી અને મકાન બનાવી આપો પરંતુ કોરિડોર માટે અમોને અહીંથી દૂર ન કરો તેઓ સુર ઉઠ્યો હતો વ્યક્તિત મહિલાઓએ અને અતિથિ ગૃહો સંચાલકે પોતાની વેદના અને પોતાની સંભવિત બેહાલી અંગે પ્રસાર માધ્યમો સમક્ષ વેદના ઠલવી હતી અને કોરિડોર નથી જતો તેવી માંગ દોહરાવી હતી દરમિયાન આજે પણ કોરિડોર અંગે વહીવટી કાર્ય માટે જિલ્લા વહીવટી તંત્રની 8 થી 10 અધિકારીઓની ટીમ પ્રભાસ પાટણની મુલાકાત લીધી હતી અને આ વિષયમાં તેઓને સોપાયેલ કામગીરી કરી હતી

Exit mobile version