Site icon Gujarat Mirror

આને કહેવાય મોત ટપકયું, વાહનની રાહ જોઇ ઉભેલા વૃધ્ધા ઉપર રિક્ષા પલટી જતાં મોત

મોત કયાં, કયારે અને કેવી રીતે આવે છે કોઇ જાણતું નથી. આવો જ એક વિચિત્ર બનાવ પડધરીના ખામટાનો આવ્યો છે. વાહનની રાહ જોઇ ઉભેલા રાજકોટના વૃધ્ધા ઉપર જાણે મોત ટપકયું હોય તેમ રીક્ષા પલટી ખાઇ માથે પડતા તેમનું મોત નિપજયું હતું.

જાણવા મળતી વિગત મુજબ સંત કબીર રોડ પર ચંપકનગરમાં રહેતા વિજયાબેન તેજાભાઇ પરસાણા (ઉ.વ.65) નામના વૃધ્ધા જામનગર હાઇવે પર પડધરીના ખામટા ગામ પાસે રોડ પર વાહનની રાહ જોઇ ઉભા હતા ત્યારે રીક્ષા પલ્ટી ખાઇ વૃધ્ધાની માથે પડતા તેમને ગંભીર ઇજા થતા મોત નીપજયું હતું. આ અંગે પડધરી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

માંડા ડુંગરમાં યુવાને એસીડ ગટગટાવ્યું
આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગર વિસ્તારમાં હરસિધ્ધી ગેઇટ નં.1માં રહેતા મહીરાજ ઘનશ્યામસિંહ પરમાર (ઉ.વ.22) નામના યુવાને અગમ્ય કારણસર એસીડ ગટગટાવી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.

Exit mobile version