Site icon Gujarat Mirror

ભાવનગર પંથકમાં મહિલાનો એસીડ પી અને યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

ભાવનગર જિલ્લાના કરેડા ગામના યુવાને એ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા વહોળી લીધી હતી. જ્યારે ભાદ્રોડ ગામે મહિલાનું એસિડ પી લેતા મોત નિપજ્યું છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામે રહેતા શંભુભાઈ બુધાભાઈ ચૌહાણ 23 એ તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા ભાવનગરની સરકારી સર. ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું .આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. અપમૃત્યુના બીજા બનાવમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદ્રોડ ગામે રહેતી જાગુબેન મંગળભાઈ ઉ.વ.30 નામની મહિલાએ તેના ઘરે કોઈ અકળ કારણોસર એસિડ પી લેતા સારવાર માટે પ્રથમ મહુવાની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયેલ ત્યાં સારવાર દરમિયાન તેણીનું પણ મોત નિપજ્યું હતું.

Exit mobile version