માળિયા નજીક ટ્રક અડફેટે કાર સવાર મહિલાનું મોત: દંપતી સહિત 4ને ઇજા

ગાંધીધામ પંથકના પરિવારને નડ્યો અકસ્માત: ટ્રકચાલક વિરૂધ્ધ ફરિયાદ માળિયા જામનગર હાઈવે પરથી પરિવાર કારમાં જતો હતો ત્યારે ટ્રક ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો હતો જે…

ગાંધીધામ પંથકના પરિવારને નડ્યો અકસ્માત: ટ્રકચાલક વિરૂધ્ધ ફરિયાદ

માળિયા જામનગર હાઈવે પરથી પરિવાર કારમાં જતો હતો ત્યારે ટ્રક ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં કારમાં સવાર દંપતી, વૃદ્ધા સહીત ચારને ઈજા પહોંચી હતી તેમજ એક મહિલાનું મોત થયું છે.
ગાંધીધામ તાલુકાના અર્બુદાનગર અંતરજાળના રહેવાસી કુશલ ધર્મેન્દ્રભાઈ વાઘમશી (ઉ.વ.23) વાળાએ ટ્રક જીજે 12 બીવી 3074 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી માળિયા જામનગર હાઈવે પર મોટી બરાર ગામથી પીપળીયા ચાર રસ્તા જતા રોડ પર ફરિયાદીના ભાઈ પ્રિન્સ ધર્મેન્દ્રભાઈ વાઘમશીની કાર જીજે 39 સીએ 0765 ને હડફેટે લઈને અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈ પ્રિન્સ, ભાભી, દાદી અને ભત્રીજીને સામાન્ય ઈજા પહોંચી હતી તેમજ ફરિયાદીના ભાઈના સાલી એકતાબેન અરવિંદભાઈ કાતરીયાને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા મોત થયું હતું માળિયા (મી.) પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.