વાંકાનેરના જડેશ્ર્વર પાસે કાર અડફેટે બાઇક સવાર કાકા-ભત્રીજાનું મોત: એકને ઇજા

ટંકારા પાસે આઇસર અને રિક્ષા વચ્ચે અકસ્માત; ચાલકનું મોત જડેશ્વર રોડ પરથી ત્રિપલ સવારી બાઈક અને કાર વચ્ચે ટક્કર થઇ હતી કાર ચાલકે બાઈકને સામેથી…

ટંકારા પાસે આઇસર અને રિક્ષા વચ્ચે અકસ્માત; ચાલકનું મોત

જડેશ્વર રોડ પરથી ત્રિપલ સવારી બાઈક અને કાર વચ્ચે ટક્કર થઇ હતી કાર ચાલકે બાઈકને સામેથી ઠોકર મારી અકસ્માત કરતા બાઈક સવાર કાકા-ભત્રીજાનું મોત થયું હતું જયારે અન્ય એકને ઈજા પહોંચી હતી. મૂળ મધ્યપ્રદેશ હાલ વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર રહેતા સુનીલ લખનલાલ વિશ્વકર્મા (ઉ.વ.24) નામના યુવાને કાર જીજે 21 એએચ 3421 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ દુર્ગેશ લખનલાલ વિશ્વકર્મા (ઉ.વ.22) વાળા તેનું બાઈક જીજે 03 એફએ 3888 લઈને ફરિયાદીના દીકરા આયરવ ઉર્ફે બસંત (ઉ.વ.03) અને ફરિયાદીના સંબંધી આકાશને બેસાડી બાઈક લઈને જડેશ્વર રોડ પરથી જતા હતા ત્યારે કાર ચાલકે પુરઝડપે ચલાવી ફરિયાદીના ભાઈના મોટરસાયકલને સામેથી ઠોકર મારી પછાડી દીધા હતા જે અકસ્માતમાં આકાશ વિશ્વકર્માને સામાન્ય ઈજા પહોંચી હતી તો ફરિયાદીના દીકરા આયરવ ઉર્ફે બસન્ત અને ફરિયાદીના ભાઈ દુર્ગેશને ગંભીર ઇં પહોંચતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જામનગર એરફોર્સ રેલ્વે કોલોની સામે રહેતા મીરાબેન નરશીભાઈ મકવાણાએ આઈશર જીજે 03 એટી 1695 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મીરાબેન, તેના પતિ નરશીભાઈ પ્રાગજીભાઈ મકવાણા (ઉ.વ.34) અને દીકરો કાનો બધા મોરબી રફાળેશ્વરથી જામનગર રીક્ષા જીજે 36 યુ 5622 વાળીમાં બેસીના જતા હતા ટંકારા લતીપર રોડ પર તાલુકા પંચાયત આગળ પહોંચતા આઈશર ચાલકે અચાનક ડાબી બાજુથી ચલાવીને રોડ વચ્ચે આવતા રીક્ષા અને આઈસર અથડાયા હતા જે અકસ્માતમાં ફરિયાદી મીરાબેન અને રીક્ષાચાલકને ઈજા પહોંચી હતી જયારે ફરિયાદીના પતિ નરશીભાઈ મકવાણા રીક્ષામાંથી નીચે પડી જતા માથે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.