Site icon Gujarat Mirror

દ્વારકામાં બાંધકામ સાઇટની લિફ્ટ તૂટતા મહિલાનું મૃત્યુ

દ્વારકામાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં એક ક્ધસ્ટ્રક્શન સાઈટ પર કામ કરતી મહિલા મજૂરનું લિફ્ટ તૂટી પડતા કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના દ્વારકામાં ચાલી રહેલી એક હોટેલના ક્ધસ્ટ્રક્શન દરમિયાન બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આ આઘાતજનક દ્રશ્ય કેદ થયું છે.

આ દુર્ઘટના દ્વારકાના શિવરાજપુર રોડ પર આવેલા ભકતભોજન સમાજની સામેની સાઈટ પર બની હતી. મૃતક મહિલાનું નામ જયાબેન દેવીપૂજક હોવાનું જાણવા મળ્યું છે, જે શિવરાજપુરની રહેવાસી હતી. જ્યારે તેઓ લિફ્ટમાં માલસામાન લઈ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક લિફ્ટ તૂટી પડી અને તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તેમને તાત્કાલિક દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

 

આ ઘટના બાદ દ્વારકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતક મહિલાના પરિવારજનો અને સાઈટ પર કામ કરતા અન્ય મજૂરોની પૂછપરછ શરૂૂ કરી છે. લિફ્ટ શા માટે તૂટી પડી, શું સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ, અને આ કામ કોનું છે, તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના ક્ધસ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરો માટે એક લાલબત્તી સમાન છે અને સલામતીના નિયમોનું પાલન કરવાની ગંભીરતા દર્શાવે છે.

Exit mobile version