મોરબીના મહેન્દ્રનગરમાં મકાનના બીજા માળેથી નીચે પડતા મહિલાનું મોત

મહેન્દ્રનગર ગામ નજીક આવેલ સોસાયટીમાં 55 વર્ષીય મહિલા બે માળના મકાનની છત પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું છે પોલીસે બનાવ મામલે…

મહેન્દ્રનગર ગામ નજીક આવેલ સોસાયટીમાં 55 વર્ષીય મહિલા બે માળના મકાનની છત પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું છે પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી-હળવદ રોડ પર મહેન્દ્રનગર ગામ નજીક મિલી પાર્ક શેરી નં 06 માં બ્લોક નં 76 ના રહેવાસી દિવ્યાબેન હર્ષદભાઈ વ્યાસ (ઉ.વ.55) નામના મહિલા ગત તા. 29 ના રાત્રીના જમીને પોતાના પતિ સાથે મકાનની અગાસી પર સુતા હતા અને તા. 30 ના રોજ સવારના 7 : 55 પહેલા કોઈપણ સમયે અકસ્માતે કોઈ કારણોસર બે માલના મકાન ઉપર છત પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે