Site icon Gujarat Mirror

કુવાડવા નજીક ચાલુ રિક્ષાએ નીચે પટકાતા ઘવાયેલા મહિલાનું મોત

શહેરના કોઠારીયાની સામે આવેલા રસુલપરામાં રહેતા 35 વર્ષીય વહિદાબેન કાદરભાઈ સંધિ શનિવારે સવારે રીક્ષામાં બેસીને કુવાડવા ગામે રસોડા કરવા જતાં હોય ત્યારે વહીદાબેન ચાલકની બાજુમાં બેઠા હતા. દરમિયાન રીક્ષા અમદાવાદ હાઈ-વે સચ્ચાસોદા હોટેલ પાસે પહોંચતા અચાનક વહીદાબેન ચાલુ રિક્ષાએ રોડ પર પટકાયા હતા.

આ ઘટનામાં તેઓને માથે શરીરે ગંભીર ઇજા પહોંચતા તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ અહીં ટૂંકી સારવારમાં જ દમ તોડી દીધો હતી. બનાવ અંગે જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઈ મયુર અજાગ્યા સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક વહીદાબેનને સંતાનમાં ત્રણ પુત્ર છે પતિનું અવસાન થયા બાદ તેઓ રસોડા કરીને સંતાનોનો ઉછેર કરતાં હતાં પિતા બાદ માતાના મોતથી ત્રણેય પુત્રો અનાથ બનતાં પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો હતો.

Exit mobile version