Site icon Gujarat Mirror

જૂનાગઢથી મહારાષ્ટ્ર જતા મધર ડેરીના ટેન્કરમાંથી દૂધ ચોરી પાણી ભેળવતી ‘ટોળકી’ રંગે હાથ પકડાઇ

12.36 લાખનો મુદ્દામાલ જપ્ત : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દૂધના સેમ્પલ લીધા

નવસારી જઘૠ દ્વારા દૂધ ચોરીને રંગેહાથ ઝડપી ચાર આરોપીની ધરપકડ કરી છે. જૂનાગઢથી મહારાષ્ટ્રના ભીવંડી સુધી પહોંચાડવામાં આવતું મધર ડેરીના ટેન્કરમાંથી પાઇપ વડે બીજા ટેન્કરમાં દૂધ સપ્લાય થઈ રહ્યું હતું. જે દરમિયાન પોલીસ પહોંચી દરોડા પાડી ચારને ઝડપી પાડી કુલ 12,00,000થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે.

નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી, કર્મચારીને બાતમી મળી હતી કે બારડોલી રોડ પર આવેલા નસીલપોર પાસે મધર ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી થઈ રહી છે. આજે સવારે 3:15 નસીલપોર ગામ પાસે બાતમીના આધારે દરોડા પાડતા બિન્દાસ પણે ચાર ઇસમો દૂધની ચોરી કરી રહ્યા હતા. પોલીસે મધર ડેરી દૂધના ચાલક અને ક્લીનર એવા ફઝલ મોહમ્મદ મનસુરી અને સમીરખાન ચૌધરી સાથે નાના ટેન્કરમાં દૂધ ખાલી કરનાર કિરણ ભરવાડ અને અર્જુન ભરવાડની અટકાયત કરી છે.

આ ચારેય ટોળકી મધર ડેરીના મોટા ટેન્કરમાંથી દૂધ ખાલી કરી તેમાં પાણી ભેળવી દેતા હતા. જેથી ચોરી કરાયેલા દૂધ અંગે કોઈને પણ ગંધ આવતી ન હતી.

જઘૠ એ દરોડા પાડ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સંપર્ક કરી દૂધના સેમ્પલિંગ લેવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં દૂધ પ્રાથમિક તપાસમાં 7 ફેટનું જણાયું હતું. આવા દૂધમાંથી અલગ અલગ પ્રકારના અન્ય ફૂડ પ્રોડક્ટ બનાવી શકાય છે. જઘૠ પોલીસે દૂધ, ટેન્કર, રોકડ અને મોબાઈલ મળી કુલ 12,36,850નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Exit mobile version