માતાજીના ભુવાને હની ટ્રેપમાં ફસાવી 7.74 લાખ પડાવ્યાના કેસમાં મહિલા આરોપી જામીન મુક્ત

પડધરીના નવા નારણકા ગામે માતાજીના ભુવાને હની ટ્રેપમાં ફસાવી રૂૂ.7.74 લાખ પડાવ્યાના કેસમાં જેલ હવાલે રહેલી મહિલા આરોપીની જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી…

પડધરીના નવા નારણકા ગામે માતાજીના ભુવાને હની ટ્રેપમાં ફસાવી રૂૂ.7.74 લાખ પડાવ્યાના કેસમાં જેલ હવાલે રહેલી મહિલા આરોપીની જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે.

આ કેસની હકીકત મુજબ પડધરીના નવા નારણકા ગામે ખેતીનો વ્યવસાય કરતા માતાજીના ભુવા લાલજીભાઈ હરિભાઈ રોજમાળાને ગાંધીનગર રહેતી પાયલબેન ભાવીનભાઈ પટેલે ફોન કરી મારે ઘરમાં કંકાસ હોવાથી માતાજીની માનતા લઈ તમારી પાસે આવુ છે તેવું કહેતા લાલજીભાઇ રોજમાળાએ માનતા ક2વા રૂૂબરૂૂ આવજો તેવું કહેતા પાયલ પટેલ સહિતના શખ્સો લાલજીભાઈના ઘરે માતાજીના દર્શન કરવા આવ્યા હતા. થોડા દીવસ પછી આરોપી પાયલ પટેલે લાલજીભાઇને ફોન કરી તેના ઘરમાં સારું થઈ ગયું છે તેવું જણાવ્યું હતુ અને બાદમાં અવાર નવાર ફોન કરી મીત્રતા કેળવી હતી. ત્યારબાદ લાલજીભાઇને લલચાવી ફોસલાવી મીઠી મીઠી વાતો કરવાનુ ચાલુ કરી હતી.

અને બાળકોના એડમીશન માટે પૈસાની જરૂૂર છે તેઓ મેસેજ કરી ઓનલાઈન ગુગલ-પે મારફત 17 વખત અલગ અલગ ટ્રાન્ઝેકશનથી આશરે રૂૂ.4.24 લાખ જેવી રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ વધુ પૈસાની માંગણી કરતા લાલજીભાઈએ બીજા લોકો પાસેથી પૈસા લઈને પાયલબેનને મોકલ્યા હતા. આરોપી પાયલને ફરીયાદીએ કુલ રૂૂ.7.74 લાખ જેવી રકમ આપી હતી. ત્યારબાદ પૈસાની માંગણી કરતા ફરીયાદીએ પૈસા આપવાની ના પાડતા આરોપી પાયલબેનએ ફરીયાદીને તેઓ વચ્ચે થયેલ વાતચીતના કોલ રેકોર્ડીંગ અને વોટસએપ મેસેજ વાયરલ કરવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી દુષ્કર્મ ના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી.

જે અંગે લાલજીભાઈએ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે હની ટ્રેપના ગુનામાં જેલ હવાલે રહેલી પાયલબેન પટેલે ચાર્જશીટ બાદ જામીન મુક્ત થવા કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપી પાયલબેન પટેલને જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રઘુવી2 બસીયા રોકાયા હતા.