રાષ્ટ્રીય

શું ફરી માસ્ક પાછા આવશે..લોકડાઉન અને કોવિડ? એશિયામાં ફરી કોરોનાએ આપી દસ્તક

Published

on

 

દક્ષિણપૂર્વ એશિયામાં ઘણી સરકારોએ COVID-19 રોગચાળાના ફેલાવાને રોકવા માટે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. જેમાં એરપોર્ટ પર લોકોએ ટેમ્પરેચર સ્કેનર અને માસ્ક પહેરવું ફરજિયાત છે. સરકારોનું લક્ષ્ય છે કે આ પ્રકારની સાવચેતીથી તેઓ વાયરસના ફેલાવાને રોકી શકે છે.

આ દેશોના લોકો ખૂબ જ ચિંતિત છે, તેમને ડર છે કે 2020નો યુગ ફરી એકવાર પાછો ફરી શકે છે. જે રોગચાળાની શરૂઆતમાં બન્યું હતું. આ દરમિયાન સિંગાપોરના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન્સ વોંગે કહ્યું કે આ બધી અફવાહ છે કે 2020નો યુગ ફરી એકવાર પાછો આવશે.


આ પ્રકાર સિંગાપોરમાં વધતા કેસ માટે જવાબદાર છે

સિંગાપોરના આરોગ્ય મંત્રાલયનું માનીએ તો 2 ડિસેમ્બરે પૂર્ણ થયેલ સપ્તાહમાં કોવિડના કુલ કેસ 32 હજાર થઈ ગયા. જોકે, ગત અઠવાડિયા સુધી 22 હજારની આસપાસ હતા. નિવેદન જાહેર કરીને એક અધિકારીએ કહ્યું કે, આંકડામાં વધારો થવાના ઘણા કારણો છે. જેમાં મુખ્ય કારણ લોકોની ઘટી રહેલી રોગપ્રતિકારક શક્તિ છે. સાથે-સાથે તહેવારની સિઝનમાં મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા ગયા હતા, તે પણ એક કારણ છે. તમને જણાવી દઈએ કે સિંગાપોરમાં કોવિડ કેસ વાયરસ JN 0.1 વેરિઅન્ટના છે. જે BA 2.86 વેરિઅન્ટનો સબ વેરિએન્ટ જ છે. હાલમાં આ વાયરસ સિંગાપોરમાં 60 ટકા કોવિડ કેસ માટે જવાબદાર છે.

મલેશિયા-ઇન્ડોનેશિયાએ માર્ગદર્શિકા બહાર પાડી

સ્ટ્રેટ્સ ટાઈમ્સ અખબારે બુધવારે જણાવ્યું કે,ઈન્ડોનેશિયામાં અધિકારીઓએ કેટલાક સ્થળોએ તપાસ માટે થર્મલ સ્કેનર લગાવ્યા છે. તેમાં જકાર્તાના ઈન્ટરનેશનલ એરપોર્ટ અને બાટમ ફેરી ટર્મિનલનો પણ સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રાલયે પણ ઈન્ડોનેશિયાના લોકોને વિનંતી કરી છે કે જે વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તે વિસ્તારોમાં ન જાવ. બીજી તરફ, મલેશિયામાં કોવિડના કેસ એક અઠવાડિયામાં લગભગ બમણા થઈ ગયા છે. 2 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં 6,796 કેસ નોંધાયા હતા. જે ગયા સપ્તાહ સુધી માત્ર 3 હજાર હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version