પત્નીએ ‘કેન આઈ કોલ યુ’ મેસેજ જોયો, પતિએ કહ્યું ‘આ મારી જૂની ગર્લફ્રેન્ડ છે’ !

પતિના લફરાની જાણ થતાં જ ઝઘડા ચાલુ થતા, પરિણીતાને સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગરમાં રહેતાં જ્યોતિબેન (ઉં.વ. 30)એ પતિ…

પતિના લફરાની જાણ થતાં જ ઝઘડા ચાલુ થતા, પરિણીતાને સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું

150 ફૂટ રીંગ રોડ પર ઓમનગરમાં રહેતાં જ્યોતિબેન (ઉં.વ. 30)એ પતિ નિશિત સભાયા, સાસુ ગીતાબેન, સસરા સવજીભાઈ (રહે. ત્રણેય અમદાવાદ) અને નણંદ સુરભીબેન પનસારા (રહે. જામનગર) સામે લગ્નજીવન દરમિયાન તેના પતિને ચઢામણી કરી ઝઘડો કરાવી મારકૂટ કરી ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જ્યોતિબેને પોલીસને જણાવ્યું કે, તેના લગ્ન 2022માં થયા હતા. પતિ અને સસરા બિઝનેસ કરે છે. લગ્નના થોડા સમય બાદ તે અમદાવાદ રહેવા ગયા હતા. દોઢેક વર્ષ બાદ બંને બેઠા હતા ત્યારે તેના પતિના ફોનમાં ’કેન આઈ કોલ યુ’ લખેલ મેસેજ જોયો હતો. જેથી તેણે પૂછતાં પતિએ ’આ મારી જૂની ગર્લફ્રેન્ડ છે’ તેમ કહ્યું હતું. તેનો ફોન ચેક કરતા કોલ હિસ્ટ્રી ડિલીટ કરેલી હતી. બે માસ બાદ ડ્રીંક કરીને ઘરે આવતાં તેણે પૂછતાં ના પાડી ઝઘડો કર્યો હતો.

થોડા દિવસ બાદ ફરી ડ્રીંક કરીને આવતા મારકૂટ કરતાં તેણે સાસુને ફોન કરી વાત કરતા તેણે સમજાવી દઈશ તેમ કહ્યું હતું. માર્ચ-2024માં જામનગરમાં મોટા સસરાએ ભાગવત સપ્તાહ રાખેલ હોવાથી તે પતિ સાથે સાત દિવસ સાસરીમાં ગયા હતા. સપ્તાહના ચોથા દિવસે પતિને બીજી છોકરી સાથે અફેર હોવાની ખબર પડતા તેણે સાસુ-સસરા અને નણંદને વાત કરતા તે ઝઘડો કરવા લાગ્યા હતા. ત્યારબાદ તે સાંજે ગરબા ફંક્શનમાં ગયા હતા. રાત્રે પરત ફરતા પતિ ડ્રીંક કરીને આવ્યો હતો. તેને મેં તારા અફેર વિશે તારા માતા-પિતાને વાત કરી છે કહેતા ઝઘડો કરી તારે જેને કહેવું હોય તેને કહી દેજે કહી મારકૂટ કરી હતી. નણંદ અમદાવાદ આવતી ત્યારે પતિ અને સાસુને ચઢામણી કરી ઝઘડા કરાવતી હતી. પ્રેગ્નન્સીના છઠ્ઠા મહિને તે રાજકોટ માવતરે આવ્યા હતા. પતિએ ઓફિસમાં યુવતીને એકાઉન્ટન્ટ તરીકે કામ પર રાખી હતી.

એકાદ માસ બાદ તે પતિની સાથે ઓફિસે ગયા હતા જ્યાં પતિ યુવતી સાથે તેની ચેમ્બરમાં બેસતો હોવાથી તેને ’તું શું કામ સ્ટાફ ચેમ્બરમાં બેસે છે’ કહેતા તેણે ’તે નવી છે બીલ બનાવતા નથી આવડતું તે ભૂલ કરે છે જેથી ત્યાં બેસું છું’ કહીને ત્યાં જ બેસતો હતો. તે ઘરે આવીને પણ ફોન અને મેસેજમાં વાત કરતાં શંકા જતા તેણે પતિનો ફોન ચેક કરતાં બંનેના ફોન અને મેસેજ ઉપરાંત તેની પૂર્વ પ્રેમિકાના ફોન અને મેસેજની પણ હિસ્ટ્રી મળી આવી હતી. તે અંગે વાત કરતા દારૂૂ પીધેલ હાલતમાં પતિ મારકૂટ કરવા લાગ્યો હતો. સાસુ-સસરાને વાત કરતા તે ઝઘડો કરવા લાગ્યો હતો.

બીજા દિવસે સવારે વાત કરતા કહેવા લાગ્યા હતા કે તું અબોર્શન કરાવી નાખ પરંતુ ના પાડી હતી. દીકરીનો જન્મ થતાં ત્રીજા દિવસે ઝઘડો કરવા લાગ્યા હતા. થોડા દિવસ બાદ તેના પિતા સાસરીમાં તેડવા આવતા તે માવતરે આવી ગયા હતા. ત્રણેક માસ બાદ પતિને યુવતી સાથે સંબંધો ચાલુ હતા. તે યુવતીના ફિયોન્સે ઓફિસે આવી ધમકી પણ આપી હોવાનું પતિએ ફોનમાં વાત કરી હતી. ત્યારબાદ પણ ઝઘડાઓ થયા હતા. સાસરીમાં પ્રસંગ હોવાથી પતિ તેડવા આવતા તે ત્યાં ચાર દિવસ રોકાયા હતા. દાંડિયાના પ્રસંગે પણ પતિએ દારૂૂ પી તેમજ સાસુ-સસરાએ ઝઘડો કર્યો હતો. પ્રસંગ પૂરો થતાં તે રાજકોટ આવી ગયા હતા. સમાધાનના પ્રયત્નો કરવા છતાં નહીં થતા ફરિયાદ નોંધાવી હતી.