સોની બજારમાં પતિના વિરહમાં પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

ચામુંડાનગરમાં માવતરે આવેલી પરિણીતાએ ફિનાઇલ પી લેતા તબિયત લથડી શહેરમાં સોની બજારમાં આવેલ કોઠારીયાનાકા પાસે રહેતા વૃદ્ધાએ પતિના વિરહમાં ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.…

ચામુંડાનગરમાં માવતરે આવેલી પરિણીતાએ ફિનાઇલ પી લેતા તબિયત લથડી

શહેરમાં સોની બજારમાં આવેલ કોઠારીયાનાકા પાસે રહેતા વૃદ્ધાએ પતિના વિરહમાં ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વૃદ્ધાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવામાંથી વિગત મુજબ સોની બજારમાં આવેલ કોઠારીયાનાકા પાસે રહેતા જોશનાબને ચંદ્રકાંતભાઇ મહેતા નામના 60વર્ષના વૃદ્ધાએ રાત્રીના સમયે ઘરે હતા ત્યારે પતિના વિરહમાં ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
વૃદ્ધાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
બીજા બનાવમાં માયાણીનગર પાસે આવેલા ચામુડાનગરમાં માવતરના ઘરે આવેલી અરૂણાબેન વાસુભાઇ સોલંકી નામની 26વર્ષની પરિણીતાએ કોઇ અગમ્ય કારણસર ફિનાઇલ પી લીધુ હતુ.પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.