GSSSB દ્વારા 1137 જગ્યાઓ માટે ભરતી જાહેર, આવતીકાલથી ભરાશે ફોર્મ

  રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો યુવાનો માટે અત્યંત મહત્વપૂર્ણ અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત…

 

રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો યુવાનો માટે અત્યંત મહત્વપૂર્ણ અને ખુશીના સમાચાર સામે આવ્યા છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB ) દ્વારા વર્ગ-3 ની વિવિધ સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે ‘કમ્બાઇન્ડ કોમ્પિટીટીવ એક્ઝામિનેશન’ (CCE) અંતર્ગત નવી ભરતીની સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો અને ખાતાઓ હેઠળ વર્ગ-3 ની કુલ 1137 જેટલી મહત્વની જગ્યાઓ પર સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ભરતી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો આગામી 5 નવેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકશે. તારીખ: 30 નવેમ્બર. સરકારના નિયમોનુસાર CCE પદ્ધતિ અંતર્ગત પ્રિલિમિનરી અને મુખ્ય (ખફશક્ષત) પરીક્ષાના માળખા મુજબ પસંદગી પ્રક્રિયા યોજાશે.

ગુજરાત સરકાર દ્વારા અગાઉ લાગુ કરાયેલા નવા પરીક્ષા નિયમો મુજબ સચિવાલય અને બિન-સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિતની જુદી જુદી કેડરની જગ્યાઓ માટે સંયુક્ત રીતે CCE પરીક્ષા યોજવામાં આવે છે.આ જાહેરાત બહાર પડતાં જ લાંબા સમયથી નવી ભરતીની રાહ જોઈ રહેલા રાજ્યના લાખો ઉમેદવારોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ઉમેદવારો નિયત સમયમર્યાદામાં ઓજસ (ઘઉંઅજ) પોર્ટલ પર જઈને પોતાની શૈક્ષણિક લાયકાત અને કેટેગરી મુજબ ઓનલાઈન ફોર્મ ભરી શકે તે માટે મંડળ દ્વારા વિગતવાર માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે.