થેલેસેમિયા મેજર બાળકોની પીડા અંગે ધારાસભ્યો-સાંસદો કેમ મૌન?

રાજકોટની સિવિલ હોસ્પીટલમાં થેલેસેમિયા પીડીત બાળકોના ઇન્જેકશન અને દવા સહીતનો જથ્થો લાંબા સમયથી ખલાસ થઇ ગયો હોવાથી થેલેસેમીયાના બાળ દર્દીઓને ભારે યાતનાઓ વેઠવી પડી રહી…

રાજકોટની સિવિલ હોસ્પીટલમાં થેલેસેમિયા પીડીત બાળકોના ઇન્જેકશન અને દવા સહીતનો જથ્થો લાંબા સમયથી ખલાસ થઇ ગયો હોવાથી થેલેસેમીયાના બાળ દર્દીઓને ભારે યાતનાઓ વેઠવી પડી રહી છે. આ અંગે સરકારનું ધ્યાન દોરવા તાજેતરમાં વાલીઓએ વ્યંગાત્મક વેદનાસભર કાર્યક્રમ આપ્યા બાદ આજે આમ આદમી પાર્ટીએ પણ આ બાબતે કલેકટરને આવેદનપત્ર આપી સરકારના દાવાઓ તથા ભાજપના સ્થાનિક સાંસદો અને ધારાસભ્યોની શાહમૃગી નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે.

આમ આદમી પાર્ટીએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા બાળકો નિયમિત સારવાર અને દવાઓ પર નિર્ભર છે. તેમ છતાં આવા ગંભીર દર્દીઓ માટે જરૂૂરી દવાઓ ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે, જે અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત છે. એક તરફ સરકાર આરોગ્ય ક્ષેત્રે મોટા મોટા દાવાઓ કરે છે અને ગરીબ તથા મધ્યમવર્ગના લોકોને સરકારી આરોગ્યસેવા આપવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે જરૂૂરી દવા જ ઉપલબ્ધ ન હોય તો સરકારના આ દાવાઓની વાસ્તવિકતા શું છે તેવો સીધો સવાલ ઊભો થાય છે.

વધુ ગંભીર બાબત એ છે કે હોસ્પિટલ તંત્ર તરફથી દવા ઉપલબ્ધ હોવાના નિવેદનો કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા કેટલીક જરૂૂરી દવા ઉપલબ્ધ ન હોવાની તથા ઉપલબ્ધ દવાની પ્રરનો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ વિરોધાભાસની તાત્કાલિક નિષ્પક્ષ તપાસ થવી જરૂૂરી અસરકારકતા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ વિરોધાભાસની તાત્કાલીક નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. રાજકોટમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદ સભ્યો ચૂંટાઈને જનતાના પ્રતિનિધિ બન્યા છે. પરંતુ જ્યારે રાજકોટના થેલેસેમિયા પીડિત દર્દીઓ અને માસૂમ બાળકોના જીવન સાથે જોડાયેલો પ્રશ્ન ઊભો થયો છે, ત્યારે આ જનપ્રતિનિધિઓની ચુપ્પી અત્યંત દુ:ખદ અને શરમજનક છે.

જનતાના પ્રશ્નો માટે સરકાર સામે અવાજ ઉઠાવવો એ જનપ્રતિનિધિઓની જવાબદારી છે. પરંતુ રાજકોટના ભાજપના ધારાસભ્યો અને સાંસદ સભ્યો સરકાર સામે એક શબ્દ બોલવા પણ તૈયાર નથી એવી સ્થિતિ સર્જાઈ છે.

એવું લાગી રહ્યું છે કે સત્તાધારી પક્ષ સામે પ્રશ્નો ઉઠાવવાની બાબતમાં તેમના મોઢા પર તાળા લાગી ગયા છે અને જનતાની વ્યથા કરતાં પક્ષની વફાદારી વધારે મહત્વની બની ગઈ છે.

PDU મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટીના નામે નર્યુ ડિંડક : કોંગ્રેસે દિવાસળી પેટાવી
રાજકોટની પી.ડી.યુ. (P.D.U.) સરકારી મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટી અને મોકડ્રીલ મુદ્દે ગંભીર બેદરકારી સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઇસ પ્રેસિડેન્ટ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવીને મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટીના નામે માત્ર “નાટક” કરવામાં આવતું હોવાનો સણસણતો આક્ષેપ કરવામાં આવ્યો છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર દ્વારા 29/11/2020 ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં આગની ઘટનાઓ અટકાવવા તથા ફાયરના સાધનો ટેકનિકલ ખામી વગર કાર્યરત રહે તે માટે દર મહિનાની 5મી તારીખે ફાયર મોકડ્રીલ યોજવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. નિયમ મુજબ આ મોકડ્રીલમાં હોસ્પિટલ/કોલેજના નોડલ ઓફિસર, ફાયર સિસ્ટમ સ્થાપક અને ફાયર બ્રિગેડના સ્ટાફની હાજરી અનિવાર્ય હોય છે, પરંતુ પી.ડી.યુ. કોલેજમાં આ નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. આવેદનપત્રના અંતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે, હોસ્પિટલ અને કોલેજમાં આવતા દર્દીઓ, વિદ્યાર્થીઓ અને સ્ટાફની વ્યાપક જનહિતની સલામતીને ઈરાદાપૂર્વક જોખમમાં મૂકવામાં આવી રહી છે. આ ગંભીર બેદરકારી બદલ પીડીયું મેડિકલ કોલેજના જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ અને ફાયર સિસ્ટમની એજન્સી સામે તાત્કાલિક કાયદાકીય તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તથા આ અંગે અરજદારને લેખિતમાં જાણ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. તાજેતરમાં યોજવામાં આવેલ મોકડ્રિલમાં ખુલ્લી પડેલી બેદરકારી મેડિકલ કોલેજમાં માત્ર ફાયર સિલિન્ડર (બોટલ) નો ઉપયોગ કરીને મોકડ્રીલ બતાવી દેવામાં આવી અને ઉચ્ચ કક્ષાએ વાહ-વાહી લૂંટવાનો પ્રયાસ કરાયો.મેડિકલ કોલેજમાં કરોડોના ખર્ચે લગાવવામાં આવેલી ફાયર સિસ્ટમ સ્વતંત્ર રીતે બંધ હાલતમાં છે, જો આ બધી જ મુખ્ય સિસ્ટમ બંધ હાલતમાં હોય તો ગત 06/08/2026 ના રોજ કોલેજમાં મોકડ્રીલ કઈ રીતે યોજાઈ તે એક મોટો તપાસનો વિષય છે.