ગુજરાત
DGP, CID ક્રાઇમને સિવિલ કેસમાં જ કેમ વધુ રસ? હાઇકોર્ટે ફરી પોલીસને ઝાટકી
વડોદરાના CIDક્રાઇમ પોલીસ સ્ટેશન 21 સપ્ટેમ્બર, 2024ના રોજ ગાયત્રી ડેવલોપર્સ સહિત કુલ 10 વ્યક્તિઓ સામે વડોદરામાં જ રહેતા 72 વર્ષના જમીન દલાલે ઈંઙઈની કલમ 406, 409, 467, 468, 471 અને 120ઇ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે આરોપીઓ પોતાની સામેની ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા. હાઇકોર્ટે જોયું હતું કે, ફરીથી પોલીસ સિવિલ મેટર પ્રકારના આર્થિક કેસમાં પડી છે. ત્યારે હાઇકોર્ટે પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી.
કેસને વિગતે જોતા ફરિયાદી જમીન દલાલના પુખ્ત વયના સંતાનો અમેરિકા ખાતે રહે છે. ત્યારે તેઓ પહેલા જેની સાથે પાર્ટનરશીપ ધરાવતા હતા તેના દ્વારા જા ભાગીદારી થકી એક જમીનમાં રોકાણના નામે અમેરિકાથી તેની દીકરીએ આરોપીઓને 2.75 કરોડ આપ્યા હતા. આ રોકાણ સામે કોઈ વળતર અને પૈસા પરત નહીં આપ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, રાજ્યની પોલીસ શું કરી રહી છે? પોલીસ લોકોની સલામતી માટે છે કે, નિર્દોષોને હેરાન કરવા માટે? જે મામલે સિવિલ દાવો કરવા માટેની સમય મર્યાદા પુરી થઇ ગઇ હોય એવા મામલે CIDક્રાઇમ FIR નોંધીને કાર્યવાહી કરે છે? DGPને આવા કેસોમાં વધુ રસ પડતો લાગે છે અને તેથી જ તેમના તાબા હેઠળના અધિકારીઓને આવી કામગીરી કરવા સૂચના આપતા લાગે છે.
કેસની હકીકતો સાંભળ્યા બાદ હાઇકોર્ટે પોલીસની ટીકા કરતાં કહ્યું હતું કે, શું પોલીસ વિભાગ રિકવરીના કામ માટે કે પછી સિવિલ મામલામાં ઊભા થતાં વિવાદોના સમાધાન કરાવવા માટે છે? પોલીસની જોડે સત્તા નથી એવું કોર્ટ નથી કહેતી, પરંતુ આવા સિવિલ કેસોમાં શા માટે ઉતાવળે પોલીસ કૂદી પડે છે? કેમ આટલો રસ બતાવે છે? પોલીસે ગુના ડામવા કામગીરી કરવાની હોય કે, આ બધા મામલે રસ બતાવવાનો હોય? આ કેસમાં અન્ય પોલીસ સ્ટેશને નહિ ને ફરિયાદ CIDક્રાઇમે કેમ નોંધી? ઘટનાના આઠ વર્ષો બાદ જ્યારે સિવિલ દાવાની મર્યાદા પણ પૂર્ણ થઇ ગઇ હોય ત્યારે CIDક્રાઇમ FIR નોંધે છે? શું કોઇને કોઇની જોડે રૂૂપિયા લેવાના બાકી હોય તો પોલીસે રિકવરીનું કામ શરૂૂ કરી દેવાનું?
હાઇકોર્ટે પોલીસને એવી ટકોર પણ કરી હતી કે, તપાસના ઓઠા હેઠળ આવી કાર્યવાહી કરવાની મંજૂરી કોર્ટ આપશે નહીં. સિવિલ દાવો ન કરી શકે એ વ્યક્તિ ફરિયાદ લઇને આવે તો તમે ભાવતાલ નક્કી કરીને ફરિયાદ નોંધી લો છો. રાજકોટમાં પોલીસ દ્વારા રિવોલ્વર બતાવીને ઓડી કાર લઇ લીધી હોવાનો કેસ આવ્યો હતો.
આ બધું શું ચાલે છે પોલીસમાં? CIDક્રાઇમ સ્પેશિયલ સેલ છે અને ગંભીર ગુનાને નાથવા અને તપાસ કરવા માટેની તેની કામગીરી છે. પરંતુ હવે તાજેતરમાં DGPને જ ખબર હશે કે રાજ્યની CIDક્રાઇમ નાણાકીય વ્યવહારો અથવા પ્રોપર્ટીના વિવાદ હોય તેવા કેસો નોંધી રહી છે. સિવિલ દાવો કરવાનો સમય પણ જતો રહ્યો હોય તેવા કેસો પોલીસ લઇ લે છે. આ અત્યંત ગંભીર મામલો છે અને કોર્ટ ફરીવાર ગૃહવિભાગના સચિવ અને રાજ્યના DGPને આ મુદ્દો ગંભીરતાથી લેવા અને સુધારાની કાર્યવાહી કરવાના નિર્દેશ આપે છે.