Site icon Gujarat Mirror

પ્રથમ પત્ની પાછી આવતા બીજી પત્નીને કાઢી મૂકી, ખર્ચના 3 લાખ માગતા ફિનાઇલ પીધું

oplus_2097184

શહેરના ભગવતી પરા વિસ્તારમાં રહેતો યુવાન બબ્બે પત્ની વચ્ચે પીસાયો હતો. પ્રથમ પત્ની ચાલી જતા તેણે બીજી પત્ની કરી હતી. બાદમાં પ્રથમ પત્ની પાછી આવતા બીજી પત્નીને કાઢી મૂકતા તેણીએ મકાનમાં કરેલા ખર્ચના રૂ.3 લાખ માંગતા યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા શેરી નં.1માં રહેતા મયુર ભીખાભાઇ મુલીયા (ઉ.વ.40)નામના યુવાને ગઇકાલે રાત્રે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મયુર બે ભાઇ એક બહેનમાં નાનો અને રિક્ષા ચાલક છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
વધુ તપાસમાં તેની પ્રથમ પત્ની કવિતા ઘણા વર્ષોથી તેના માવતરે સુરત રહેતી હતી.જેથી મયુરે જૂનાગઢની રોશન નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા બાદમાં પ્રથમ પત્ની પરત આવતા સાત મહિનાથી રોશનને ઘરમાંથી કાઢી મૂકી હતી.

જેથી રોશનને કહેલુ કે, ‘મેં મકાનમાં રૂા.3 લાખનો ખર્ચ કરેલ છે તે રૂપિયા આપી દે નહીંતર મકાન ખાલી કરી દે’ તેમ જણાવતા મયુરે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બિડિવિઝન પોલીસને જાણ કરતા વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version