વેપન કાર્ટેલ: થાનનો શખ્સ 3 હથિયાર સાથે ઝડપાયો

પીસીબી દ્વારા ગેરકાયદેસર હથિયાર સામે શરૂૂ કરેલી ઝુંબેશ અન્વયે ગેરકાયદેસર હથિયારોનું ખરીદ-વેચાણ કરતી કુખ્યાત વેપન કાર્ટેલ ના વધુ એક સાગરીતને ઝડપી પાડીને તેની પાસેથી બે…

પીસીબી દ્વારા ગેરકાયદેસર હથિયાર સામે શરૂૂ કરેલી ઝુંબેશ અન્વયે ગેરકાયદેસર હથિયારોનું ખરીદ-વેચાણ કરતી કુખ્યાત વેપન કાર્ટેલ ના વધુ એક સાગરીતને ઝડપી પાડીને તેની પાસેથી બે પિસ્તોલ અને એક તમંચો કબજે કર્યો છે. વધુ એક ધરપકડ સાથે વેપન કાર્ટેલ ના અત્યાર સુધીમાં કુલ 14 ઇસમો પીસીબીના સકંજામાં આવી ચૂક્યા છે અને તેમની પાસેથી કુલ 31 દેશી બનાવટના ઘાતક હથિયારો તેમજ 32 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.

મળતી વિગતો મુજબ નાનામવામાં બનેલી ફાયરીંગની ઘટના બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરમાં ગુનાખોરી પર કડક અંકુશ આવે અને નાગરિકોની સલામતીના હેતુથી ગેરકાયદેસર હથિયાર રાખતા તત્વો કડક ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી છે.

આ સૂચના અન્વયે પીસીબીના પી.આઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી દ્વારા ગેરકાયદેસર હથિયારોના નેટવર્કને તોડી પાડવા હાથ ધરવામાં આવેલી ઓપરેશનલ કાર્યવાહીમાં અગાઉ આ ઘાતક કાર્ટેલના 13 ઇસમોને કુલ 28 દેશી બનાવટના હથિયારો તેમજ 32 જીવતા કારતૂસ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓ પૈકીના એક આરોપી પ્રદિપભાઇ અનકભાઇ કરપડાની સઘન પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તેણે અગાઉ ગેરકાયદેસર દેશી બનાવટના હથિયારો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે રહેતા યશપાલસિંહ ઝાલાને આપ્યા હતા.

આ ચોક્કસ કડી મળતા જ પી.સી.બી.ની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી મેઇન બજાર, સાકરીયા શેરી, થાનગઢ રહેતા યશપાલસિંહ જયપાલસિંહ ઝાલા (ઉવ26)ને ઝડપી લઈ તેની પાસેથી દેશી બનાવટની 2 પીસ્ટલ નંગ અને દેશી બનાવટનો એક તમંચો મળી કુલ રૂૂ.25 હજારનો મુદ્દમાલ કબજે કર્યો હતો. વધુ એક ધરપકડ સાથે જ ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતી આ વેપન કાર્ટેલ ના અત્યાર સુધીમાં કુલ 14 ઇસમો પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે અને તેમની પાસેથી કુલ 31 દેશી બનાવટના ઘાતક હથિયારો તેમજ 32 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલ આરોપી યશપાલસિંહ ઝાલા અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેની સામે સુરેન્દ્રનગરના થાનગઢ પોલીસ સ્ટેશનમાં અગાઉ 4 ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં વર્ષ 2020માં આઈપીસી. કલમ 323, 504 તથા એટ્રોસીટી એક્ટ હેઠળનો ગુનો, વર્ષ 2021માં પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો, વર્ષ 2021માં જ આર્મ્સ એક્ટનો ગુનો તેમજ વર્ષ 2023માં પ્રોહિબિશન એક્ટ હેઠળનો મોટો ગુનો સામેલ છે.

પી.સી.બી.ના પી.આઈ એમ.આર.ગોંડલીયા, પીએસઆઈ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા સાથે મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદીપસિંહ સરવૈયા , યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને જયેશભાઇ ગઢવીએ કામગીરી કરી હતી.