ભારતનું પહેલું ખાનગી ઓર્બિટલ રોકેટ લોંચ: ઈતિહાસ રચાયો

ભારતના સ્પેસ સેક્ટરમાં આજે એક નવો સુવર્ણ ઇતિહાસ રચાયો છે. હૈદરાબાદ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ ’સ્કાયરૂૂટ એરોસ્પેસ’ દ્વારા દેશનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ’વિક્રમ-1’ સફળતાપૂર્વક…

ભારતના સ્પેસ સેક્ટરમાં આજે એક નવો સુવર્ણ ઇતિહાસ રચાયો છે. હૈદરાબાદ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ ’સ્કાયરૂૂટ એરોસ્પેસ’ દ્વારા દેશનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ’વિક્રમ-1’ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતીય અવકાશ સંશોધનના ઇતિહાસમાં આ એક સીમાચિહ્નરૂૂપ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, આ ઐતિહાસિક લોન્ચિંગ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર પરથી આજે સવારે 11:30 વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જો કે, લોન્ચિંગની બરાબર 5 મિનિટ પહેલા કોઈ કારણસર કાઉન્ટડાઉનને હોલ્ડ (રોકી) દેવામાં આવ્યું હતું. થોડીવારના હોલ્ડ અને ટેકનિકલ ચકાસણી બાદ પ્રક્રિયા ફરી શરૂૂ કરાઈ હતી અને બપોરે 12:05 વાગ્યે રોકેટે સફળ ઉડાન ભરી હતી.

સ્કાયરૂૂટ એરોસ્પેસના આ લોન્ચિંગ પ્રોજેક્ટને ’મિશન આગમન’ નામ આપવામાં આવ્યું છે. ’વિક્રમ-1’ રોકેટ પૃથ્વીની નીચલી કક્ષામાં (લો અર્થ ઓર્બિટ) 450 કિલોમીટરની ઊંચાઈ સુધી જશે. આ મિશન અંતર્ગત રોકેટ પોતાની સાથે આધુનિક ટેકનોલોજી અને કલા સાથે જોડાયેલા ગ્રહ સ્પેસનો ટેકનોલોજી પેલોડ, કોસ્મોસર્વ સ્પેસનો પેલોડ, ડીક્યુબ્ડનો સ્પેસ રિસર્ચ સાથે જોડાયેલો પેલોડ, પોતે સ્કાયરૂૂટ એરોસ્પેસનો પોતાનો ઇન-હાઉસ સ્કોપ પેલોડ અવકાશમાં લઈ ગયું છે. સબ-ઓર્બિટલ અને ઓર્બિટલ રોકેટ વચ્ચે મોટો તફાવત હોય છે.

સબ-ઓર્બિટલ રોકેટ માત્ર અવકાશની સરહદ સુધી પહોંચીને પૃથ્વી પર પાછું ફરે છે. જ્યારે ઓર્બિટલ રોકેટ ઉપગ્રહ (સેટેલાઇટ)ને એટલી પ્રચંડ ગતિ અને વેગ આપે છે કે તે પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈને સતત ચક્કર લગાવતો રહે છે. વિક્રમ-1ની આ સફળતા સાથે જ, ભારતની કોઈ ખાનગી સ્પેસ કંપનીએ ઓર્બિટલ સેટેલાઇટ લોન્ચ કરવાની સિદ્ધિ મેળવી હોય તેવો આ પ્રથમ ઐતિહાસિક કિસ્સો બન્યો છે.

મોદીનું હસ્તલિખિત ‘વંદે મારતમ’ ભ્રમણ કક્ષામાં પહોંચ્યું, પીએમએ વૈજ્ઞાનિકોને ફોન કરી વધાવ્યા
ભારતે શનિવારે અવકાશ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું. દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ, વિક્રમ-1 એ સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચીને ઇતિહાસ રચ્યો. આ સિદ્ધિ બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર સ્કાયરૂૂટ એરોસ્પેસ ટીમને અભિનંદન આપવા અને વૈજ્ઞાનિકોનું મનોબળ વધારવા માટે ફોન કર્યો. આ મિશન સાથે બીજી એક ખાસ ક્ષણ સંકળાયેલી હતી. મિશનના ભાગ રૂૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હસ્તલિખિત ’વંદે માતરમ’ પણ ભ્રમણકક્ષામાં પહોંચ્યું. તેને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે બિરદાવવામાં આવી રહ્યું છે.