મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1 ‘નિરસ’; સૌથી વધુ મતદાન વોર્ડ-15માં 68.39 ટકા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આવતીકાલે ઇવીએમ ની ગણતરી થશે અને ઉમેદવારોનું ભાવિ પણ નક્કી થઈ જશે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આવતીકાલે ઇવીએમ ની ગણતરી થશે અને ઉમેદવારોનું ભાવિ પણ નક્કી થઈ જશે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો જે ચૂંટણી યોજાઈ તેમાં કુલ 51.60% મતદાન નોંધ થયું છે પરંતુ વર્ષ 2021 ની સરખામણી કરવામાં આવે તો ઘણા ખરા વોર્ડમાં મતદાનની ટકાવારીમાં ઘણો ઘટાડો નોંધાયો છે.

18 વોટ માંથી 9 વોર્ડમાં ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં ઘટાડો આવ્યો છે જેને લઈને એક નહીં અનેકવિધ પરિબળો સામે આવ્યા છે. પરંતુ ગઈકાલની વાત કરવામાં આવે અને તેની સાથે વર્ષ 2021 ની સરખામણી કરાય તો વોર્ડ નંબર 15 માં 10.22% મતદાનમાં વધારો થયો જે ઘણું સૂચવી જાય છે. ત્યારબાદ કહી શકાય કે પાંચ ટકાથી વધુ મતદાન વધ્યું હોય તેવા વોર્ડની ગણતરી કરવામાં આવે તો તેવા પાંચ વોર્ડ નોંધાયા છે.

જેમાં વોર્ડ નંબર ચારમાં 7.14, વોર્ડ પાંચમાં 5.24, વોર્ડ 14માં 5.28 , વોર્ડ 15માં 10.22 મને વોર્ડ 16 માં 7.72% વધુ મતદાન નોંધાયું છે. જ્યારે અડધો ટકો થી વધુ મતદાન નોંધાયું હોય તેવા માત્ર એક જ વોર્ડ છે. હાલ જે મતદાનની ટકાવારી જોવા મળી છે તેમાંથી એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે આ વખતે સરકાર દ્વારા જે પણ વાયદાઓ તથા વચનો આપવામાં આવ્યા હતા તેના પર મતદારોએ ભરોસો મૂક્યો નથી ત્યારે હાલ રાજકીય વર્તુળોમાં એ વાતની જ ચર્ચા જોર પકડ્યું છે કે સરેરાશ મતદાનની ટકાવારી જો જોવામાં આવે અને મતદાર સુધારણા ઝુંબેશમાં જે મતદારોના નામ કપાયા તેની સરખામણી કરવામાં આવે તો મતદાન 2021 ની તુલનામાં ખૂબ જ ઓછું છે.

પરંતુ આ વખતે મતદારો કોને વિજય બનાવશે તે આવતીકાલે માલુમ પડી જશે. ગઈકાલે યોજાયેલા મતદાનમાં વોર્ડ નંબર 15માં સૌથી વધુ 68.39% મતદાન નોંધાયું હતું તો વર્ષ 2021 ની ચૂંટણી ની વાત કરવામાં આવે તો ચાર નંબરમાં 57.58 ટકા મતદાન નોંધાયું. વર્ષ 2026માં વોટ એકમાં 43.11 ટકા ઓછું મતદાન નોંધાયું ત્યારે વોર્ડ નંબર 21 માં સૌથી ઓછું મતદાન વોર્ડ એકમાં 45.02 ટકા નોંધાયું હતું.