મતદાનમાં અવ્વલ કોંગ્રેસ બેલ્ટ વોર્ડ નં.15માં લધુમતી અને કોળી મતદારો રહેશે કીંગ મેકર

8500થી વધુ લઘુમતી મતદારોના વિસ્તારમાં 78.50 ટકા બમ્પર વોટિંગ કોંગ્રેસને ફળશે કે કેમ? 10 હજારથી વધુ કોળી મતદારોનો ઝૂકાવ કઇ બાજુ રહેશે એ પણ જોવાનું…

8500થી વધુ લઘુમતી મતદારોના વિસ્તારમાં 78.50 ટકા બમ્પર વોટિંગ કોંગ્રેસને ફળશે કે કેમ?

10 હજારથી વધુ કોળી મતદારોનો ઝૂકાવ કઇ બાજુ રહેશે એ પણ જોવાનું રહ્યુ

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં સૌથી વધુ મત વોર્ડ નં.15માં 68.39 ટકા થયુ છે. આમ તો આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામા આવે છે. અહીં જ્ઞાતિ સમીકરણ જોઇએ તો લધુમતી અને કોળી સમાજના વધુ મત છે. લધુમતી સમાજના વિસ્તારમાં 78.50 ટકા મતદાન થયુ છે. આ બમ્પર વોટીંગ કોંગ્રેસને ફળશે કે કેમ? તો બીજીબાજુ કોળી સમાજના 10 હજારથી વધુ મતદારો છે.

આ જ સમાજના પૂર્વ નગરસેવક પ્રવીણભાઇ સોરાણીએ બળવો કરીને ભાજપનું કામ કર્યુ હોય એ ભયસ્થાન પણ જોતા વોર્ડ નં.15મા઼ લધુમતી અને કોળી સમાજના મતદારો કીંગ મેકર સાબિત થઇ શકે છે.ભાજપને સંભવિત ક્યા વોર્ડમાં નુકસાની જઇ શકે છે, ક્યા વોર્ડમાં બેઠક ગુમાવી પડે છે તેની અટકળોમાં વોર્ડ નં.15ની પણ ચર્ચા છે જ. અને જે રીતે આ વિસ્તારમાં સૌથી વધુ 8.39 ટકા મતદાન થયુ છે તે સતાવિરોધી લહેર છે કે પછી કોંગ્રેસ વિરુધ્ધના સમીકરણોના લીધે વધુ મતદાન થયુ છે એ રહસ્યા પરથી આવતીકાલે પડદો હટી જ જવાનો છે પણ એ પહેલા રાજકીય પંડિતોએ માંડેલા ગણિતમાં લધુમતી સમાજ અને કોળી સમાજ પર મુક્ય મદાર છે.

આ બન્ને સમાજ કીંગ મેકર સાબિત થઇ શકે છે. કોંગ્રેસના મજબૂત ઉમેદવાર વશરામભાઇ સાગઠિયાના દાવા મુજબ કોંગ્રેસને જ્યા ઓછા મત મળતા હતા એ શિવાજીનગર, ચુનારાવાડ અને મહાકાળી ચોક વિસ્તારમાં કોંગ્રેસ તરફી વાતાવારણ બનાવવામા અમે સફળ રહ્યા છીએ. તો બીજીબાજુ કોંગ્રેસની કમીટેડ વોટબેંક ભગવતી સોસયટી, હૈદરી ચોક, સંસ્કાર, ગુલઝાર ફ્લેટ સહિતના લધુમતી વિસ્તારમાં 78.50 ટકા મતદાન થયુ છે.