Site icon Gujarat Mirror

પરીક્ષા આપી ક્રિકેટ રમવા ગયેલા VVPના છાત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત

oplus_2097184

મિત્રો સાથે અવધ બંગલા નજીક ક્રિકેટ રમવા ગયો‘તો: સ્વિમિંગ પુલમાં દડો લેવા જતાં પગ સપસતા ડૂબી ગયો: એકના એક આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ

શહેરના કાલાવડ રોડ પર અવધના બંગલા નજીક ક્રિકેટ રમવા ગયેલા વીવીપી એન્જીનીયરીંગ કોલેજના છાત્રનું અવાવરૂ સ્વીમીંગપુલમાં ડૂબી જતાં મોત નિપજ્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવાન પરિક્ષા પુરી કરી મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. દરમિયાન સ્વિમીંગપુલમાં પડેલો દડો લેવા જતાં પગ લપસતા ડૂબી ગયો હતો. એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ જવા પામ્યો છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, મવડી વિસ્તારમાં ઓમનગર પાસે આવેલી જલારામ સોસાયટીમાં રહેતો અને વીવીપી એન્જીનીયરીંગ કોલેજમાં બી.ટેકમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો ધર્મીન હિતેશભાઈ મોરીધરા (ઉ.19) નામનો પ્રજાપતિ યુવાન આજે કોલેજની પરીક્ષા પૂર્ણ કરી 7 જેટલા મિત્રો સાથે કાલાવડ રોડ પર અવધના બંગલા નજીક ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયો હતો. દરમિયાન દડો ગ્રાઉન્ડની પાછળ આવેલા બંગલાના સ્વિમીંગપુલમાં જતાં ધર્મીન દડો લેવા માટે ગયો હતો. દરમિયાન દડો સ્વિમીંગ પુલના પાણીમાં તરતો હોય જેથી તે સ્વિમીંગપુલમાં લેવા જતાં સેવાળના કારણે પગ લપસતા તે ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

ધર્મીન સ્વિમીંગપુલમાં પડતાં તેનો અવાજ આવતાં અન્ય મિત્રો પણ ત્યાં દોડી ગયા હતાં અને ધર્મીનને બચાવવા માટે મિત્રોએ ત્યાં પડેલા લાકડાનો ઘા કર્યો હતો પરંતુ તે લાકડુ પકડી ન શકતાં ડૂબવા લાગ્યો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતાં અને ધર્મીનને સ્વિમીંગપુલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. 108માં જાણ કરતાં 108નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે 108માં ફરજ પર રહેલી નર્સને સીપીઆર આપતા આવડતું ન હોવાથી મિત્રએ જ ધર્મીનને સીપીઆર આપ્યું હતું ત્યારબાદ 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલે પહોંચે તે પહેલા જ ધર્મીનનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી મેટોડા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પુત્ર સ્વિમીંગપુલમાં ડૂબી ગયાની જાણ થતાં તેના પિતા સહિતના પરિવારજનો પણ હોસ્પિટલે દોડી ગયા હતાં. જ્યાં પુત્રનું મોત નિપજ્યાનું જાણ થતાં પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હત%

Exit mobile version