ગુજરાત
ત્રણ કરોડની છેતરપિંડીના ગુનામાં વી.પી.સ્વામીના દોઢ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયો
પોઇચા જેવું મંદિર બનાવવાના નામે ઠગાઇ કરનાર ચીટરગેંગના સુત્રધારની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી રાજકોટ કોર્ટમાં રજૂ કર્યો’તો
મંદિર માટે જમીન ખરીદવાના નામે અનેક લોકોને શીશામાં ઉતારનાર સ્વામીનારાયણ સાધુ ગેંગનો રાજકોટમાં શિકાર બનેલા જસ્મીન માઢક અને જય મોલીયાએ નોંધાવેલી ફરિયાદમાં જમીનના દલાલ સુરતના સુરેશ મારફતે સ્વામીઓએ ધોરાજીનાં ઝાલસર શ્રીધામ ગુરૂૂકુલના વિજય સ્વામી ઉર્ફે વી.પી.સ્વામી, જૂનાગઢ તળેટી મંદિરના જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે.સ્વામી, પાનેલી અંકલેશ્ર્વર રૂૂષીકુળ ગૌધામના માધવપ્રિય ઉર્ફે એમ.પી.સ્વામી, આણંદ ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, વડતાલ સ્વામીનારાયણ મંદિરના ખજાનચી બનેૈલા સુરતના પરબત પાટીયા મણીભદ્ર કોમ્પલેક્ષ લાલજી બાવ ઢોલા, પુના ગામ પરમેશ્ર્વર સુરેશ ધોરી, દેહગામના ખેડૂત બનેલા ભુપેન્દ્ર શના ચૌહાણ અને વિજયસિંહ ચૌહાણ મળી કારસ્તાન આચર્યુ હતું.
500 વિઘા જમીન ખરીદવાના નામે લાલચ આપી ટોકન પેટે રૂૂા.3.4 કરોડ ખેડૂતને ચુકવ્યા હતાં. ટોકનની રકમ આપવાનો વાયદો કરી છેતરપીંડી કરનારી આ ટોળકી વિરૂૂધ્ધ ગુનો નોંધાયા બાદ આ બનાવની તપાસ રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાને આપવામાં આવી હોય પીએસઆઈ ચંદ્રસિંહ જાડેજા અને તેમની ટીમે સુરતના લાલજી ઢોલાની સરથાણામાંથી ધરપકડ કર્યા બાદ આ ટોળકીના ભુપેન્દ્ર અને વિજય ચૌહાણને ગોવાથી ઝડપી લેવામાં આવ્યા હતાં. જ્યારે લાંબા સમયથી ફરાર જમીન કૌભાંડના મુખ્યસુત્રધાર વિજય પ્રકાશ ઉફે વી.પી. સ્વામીની ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી હતી. આરોપી સ્વામીને રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 48 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતા વી.પી.સ્વામીને રાજકોટની અદાલતમાં રજૂ કરતા કોર્ટ વી.પી.સ્વામીને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.