આગામી 26 તારીખના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજના જેને લઇ આજે જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. રાજકોટ કલેક્ટરે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં બે વિશેષ QR કોડ લોન્ચ કર્યા છે, જેના દ્વારા મતદારો પોતાની તમામ વિગતો આંગળીના ટેરવે મેળવી શકશે.
કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, મતદારોને ઘણીવાર પોતાનું નામ કયા બૂથ પર છે કે તેમનો સીરીયલ નંબર કયો છે તે શોધવામાં મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે બે ચછ કોડ રજૂ કરવામાં આવ્યા છે: આ કોડ સ્કેન કરતાની સાથે જ સ્ટેટ ઇલેક્શન કમિશનની વેબસાઇટ ખુલશે. જેમાં માત્ર પોતાનો ચૂંટણી કાર્ડ નંબર અને કેપ્ચા એન્ટર કરવાથી મતદાર પોતાનો વોર્ડ નંબર, બૂથ નંબર અને સીરીયલ નંબર જાણી શકશે. આ ઉપરાંત, મતદાન મથકનું લોકેશન પણ જાણી શકાશે.
આ કોડ દ્વારા મતદાર સીધું જ Google Maps ના માધ્યમથી પોતાના મતદાન મથક સુધી પહોંચી શકશે. ડ્રોપ-ડાઉન મેનુમાંથી પોતાનો વિસ્તાર પસંદ કરી લોકેશન ઓન રાખવાથી જીપીએસ દ્વારા સચોટ માર્ગદર્શન મળી રહેશે. “ખાસ કરીને શહેરી વિસ્તારોમાં મતદારોને પોતાનું બૂથ શોધવામાં વધુ સમય જતો હોય છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરી મતદારો કોઈ પણ અગવડ વિના મતદાન કરી શકશે. અને પોતાનો સમય પણ બચશે.

