ડિસેમ્બરમાં ફરી મેદાનમાં ઉતરશે વિરાટ અને રોહિત

ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી 5 મેચની વનડે સીરિઝ 3-1 થી પોતાને નામ કરી છે. પરંતુ ટીમની આ શાનદાર જીત બાદ પણ ભારતીય ક્રિકેટના 2…

ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી 5 મેચની વનડે સીરિઝ 3-1 થી પોતાને નામ કરી છે. પરંતુ ટીમની આ શાનદાર જીત બાદ પણ ભારતીય ક્રિકેટના 2 સૌથી મોટા દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે આ પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો. બંને ખેલાડીઓ રન માટે સંધર્ષ કરતા જોવા મળ્યા હતા. વનડે સીરિઝ પછી હવે બધું ધ્યાન 19 નવેમ્બરથી શરુ થનારી 2 મેચની ટેસ્ટ સીરિઝ પર છે.

રોહિત અને વિરાટ કોહલી હવે માત્ર વનડેમાં જ રમે છે. આ માટે બંને દિગ્ગજો ભારત પરત આવશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ચાહકોએ હવે લાંબી રાહ જોવી પડશે નહી. બંને દિગ્ગજો આગામી મહિને ડિસેમ્બર 2026માં મેદાન પર પરત ફરશે. ડિસેમ્બરમાં ટીમ મલ્ટી ફોર્મેટમાં સીરિઝ રમવા માટે ભારત પ્રવાસ પર આવશે. આ પ્રવાસની શરુઆત 3 મેચની વનડે સીરિઝથી થશે. જેની પહેલી મેચ 13 ડિસેમ્બરના રોજ રમાશે.

પહેલા આ સીરિઝની શરુઆત વનડે મેચ દિલ્લીમાં આયોજિત કરવાની હતી પરંતુ ત્યારબાદ વિશાખાપટ્ટનમાં કરવાનો નિર્ણય લીધો છે. એટલે વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે સીધા 13 ડિસેમ્બરના રોજ વિશાખાપટ્ટનમમાં શ્રીલંકા વિરુદ્ધ રમતા જોવા મળશે.