મેઘાલયની રાજધાની શિલોંગમાં ખાસ્સી સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા યોજાયેલી કાળી પટ્ટી બાઇક રેલી દરમિયાન અચાનક હિંસા ભડકી ઉઠી હતી.વિદ્યાર્થી સંગઠન દ્વારા વિવિધ સરકારી નીતિઓ અને માંગણીઓને લઈને યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન અસામાજિક તત્વો અને તોફાનીઓએ ભારે ઉત્પાદ મચાવ્યો હતો.
આ હિંસક ઘટનામાં સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાઓની તોડફોડ કરવામાં આવી હતી તેમજ ઓછામાં ઓછા બે સરકારી વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, શિલોંગના રિલીફ એન્ડ રિહેબિલિટેશન (RR) કોલોની વિસ્તારમાંથી જ્યારે બાઇક રેલી પસાર થઈ રહી હતી, ત્યારે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હતા.સ્થાનિક સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કેટલાક બાઇક સવારોએ વિવેકાનંદ પાર્ક અને સોસાયટી ઓફિસ પરિસરમાં સ્થાપિત સ્વામી વિવેકાનંદની પ્રતિમાના કાચનું ફ્રેમ તોડી નાખ્યું હતું. આ સાથે જ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની અર્ધપ્રતિમા (બસ્ટ)ને પણ નીચે તોડી પાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા આખી રાત ચાલુ રહી હતી. તોફાનીઓએ માર્ગો પરથી પસાર થતા નિર્દોષ નાગરિકો સાથે મારપીટ કરી હતી અને પથરાવ કરીને આશરે 31 જેટલા ખાનગી અને સરકારી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. પોલો, બારિક અને માવલાઈ જેવા વિસ્તારોમાં સરકારી વાહનોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેઘાલય પોલીસે મોડી રાત્રે જ કડક વલણ અપનાવ્યું હતું.ઈસ્ટ ખાસ્સી હિલ્સ જિલ્લા પોલીસે ચાહિયા સ્થિત ઊંજઞ હેડક્વાર્ટર પર દરોડો પાડીને સંગઠનના પ્રમુખ રેમન્ડ ખારજાના, વાઇસ પ્રમુખ પિંકમેનલાંગ સનમિયેટ અને જનરલ સેક્રેટરી રૂબેન નજિયારની ધરપકડ કરી લીધી છે.
નોંધનીય છે કે ઊંજઞએ મેઘાલય સરકારને 5 મુદ્દાની માંગણીઓ સાથે 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમની માંગણીઓમાં મેઘાલય રેસિડેન્ટ્સ સેફ્ટી એન્ડ સિક્યુરિટી એક્ટ (ખછજજઅ)નો અમલ, બહારના શ્રમિકો માટે સખત નિયમો, સરકારી ભરતી પ્રક્રિયાઓમાં સુધારો અને લાઈમસ્ટોન માઇનિંગ પ્રોજેક્ટ માટેની પબ્લિક હિયરિંગ રદ કરવાનો સમાવેશ થાય છે.
