હૈદ્રાબાદમાં મહિલા પ્રિન્સિપાલની હત્યા ધો.10ના બે છાત્રોએ જ કર્યાનો ઘટસ્ફોટ

તેલંગણા રાજ્યના નલગોન્ડા જિલ્લાના કોન્ડામલ્લેપલ્લીમાં એક ખાનગી શાળાના પ્રિન્સિપાલ રૂૂપા રેડ્ડીની હત્યાના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ હત્યાકાંડના આરોપમાં પોલીસે તે શાળાના દસમા…

તેલંગણા રાજ્યના નલગોન્ડા જિલ્લાના કોન્ડામલ્લેપલ્લીમાં એક ખાનગી શાળાના પ્રિન્સિપાલ રૂૂપા રેડ્ડીની હત્યાના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ હત્યાકાંડના આરોપમાં પોલીસે તે શાળાના દસમા ધોરણના બે સગીર વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યાં મુજબ એવો આરોપ છે કે ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસેલા એક વિદ્યાર્થીને જ્યારે પ્રિન્સિપાલે જોયા તો ઓળખ ઉજાગર થવાના ડરે તેણે ચાકૂથી 27 વખત વાર કરીને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી.

અત્રે જણાવવાનું કે આ ઘટના 11 ઓગસ્ટની છે. રૂૂપા રેડ્ડી પોતાના ઘરમાં એકલા હતા. ઘટના બાદ બંને આરોપીઓ ત્યાંથી લગભગ 2.5 લાખ રૂૂપિયા કેશ ચોરી કરીને ભાગી ગયા હતા. ઘટનાની તપાસ દરમિયાન પોલીસને સૌથી મોટો ક્લૂ પ્રિન્સિપાલના છેલ્લા ફોનકોલથી મળ્યો. હત્યાની બરાબર પહેલા રૂૂપા રેડ્ડી તેમના માસી સાથે ફોન પર વાત કરતા હતા. વાતચીત દરમિયાન તેમણે બાબુ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ તરત જ તેમનો ફોન બંધ થઈ ગયો. તેલંગણામાં વિદ્યાર્થી કે નાના બાળકોને મોટાભાગે બાબુ કહીને સંબોધિત કરાય છે. આ શબ્દને આધાર બનાવીને પોલીસે શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પર ફોક્સ કર્યું.

જ્યારે પોલીસના ધ્યાનમાં આવ્યું કે શાળાના બે વિદ્યાર્થીઓ અચાનક પાર્ટી કરવા લાગ્યા છે અને મિત્રો સાથે પોતાના મોંઘા શોખ પૂરા કરી રહ્યા છે ત્યારે પોલીસે તપાસ તેજ કરી. નલગોન્ડા પોીસ અધીક્ષક શરદચંદ્ર પવારે કહ્યું કે વિદ્યાર્થીઓના આ શંકાસ્પદ ફાલતુ ખર્ચાના આધારે બુધવારે બંનેને અટકમાં લેવાયા. પોલીસને એક આરોપી વિદ્યાર્થી પાસેથી 1.51 લાખ રૂૂપિયા કેશ અને એક આઈફોન મળી આવ્યા છે. શરૂૂઆતમાં વિદ્યાર્થીએ દાવો કર્યો કે આ પૈસા તેના માતા પિતાએ આપ્યા છે. પરંતુ ફોરેન્સિક તપાસ દરમિયાન ચલણી નોટો પર માણસના લોહીના નિશાન જોવા મળ્યા. ત્યારબાદ પોલીસનો શક વિશ્વાસમાં ફેરવાઈ ગયો.

બંને આરોપીઓને દારૂૂની લત હતી. તેમાંથી એક વિદ્યાર્થી કાર અને બાઈક ચલાવવાનો શોખીન હતો અને તે જલદી ખુબ પૈસા કમાવવા માંગતો હતો. હત્યાથી લગભગ 15 દિવસ પહેલા પ્રિન્સિપાલ અને સ્કૂલ સ્ટાફે તે વિદ્યાર્થીના બેગમાંથી મોબાઈલ અને રોકડ રકમ પકડ્યા હતા. જેના પર રૂૂપા રેડ્ડીએ તેને ખુબ ફટકાર પણ લગાવી હતી. હોસ્ટેલમાંથી કાઢી મૂકીને ફક્ત ડે સ્કોલર બનાવ્યો હતો. તેના પરિજનોને પણ આ અંગે જાણ કરી હતી.

અદાવત રાખીને તથા પૈસાની લાલચમાં તેણે ચોરીનો પ્લાન બનાવ્યો. તેને લાગ્યું કે 11 ઓગસ્ટના રોજ શાળામાં ફી જમા થવાના કારણે પ્રિન્સિપાલના ઘરમાં મોટા પાયે રોકડ રકમ હશે.

ઘટનાના 5 દિવસ પહેલા જ બંનેએ હાથના મોજા અને ચાકૂ ખરીદ્યા હતા. પકડાવવાથી બચા માટે તેમણે વિસ્તાર અને સીસીટીવી કેમેરાઓની રેકી પણ કરી હતી. 11 ઓગસ્ટના રોજ એક વિદ્યાર્થી બાઉન્ડ્રી વોલ કૂદીને ઘરમાં ઘૂસ્યો જ્યારે બીજો વિદ્યાર્થી બહાર નિગરાણી કરતો હતો. અંદર ઘૂસેલો વિદ્યાર્થી જ્યારે પૈસા શોધતો હતો ત્યારે જ ફોન પર વાત કરતા રૂૂપા રેડ્ડીએ તેને જોઈ લીધો. પકડાઈ જવાના ડરે તેણે ચાકૂથી એક બાદ એક 27 ઘા ઝીકીને તેમની હત્યા કરી નાખી.

ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પુરાવાનો નાશ કરવા હેતુસર લોહીથી રંગાયેલા પોતાના કપડાં એક નાળામાં ફેંકી દીધા. પોલીસે બંને સગીરોને બાલ ન્યાય બોર્ડ સમક્ષ રજૂ કર્યા છે અને તેમને કિશોર નિરીક્ષણ ગૃહમાં મોકલવાની પ્રક્રિયા ચાલુ છે.