ડ્રગ કિંગપીન બસોયાને દુબઇથી ભારત લવાશે: શાહની જાહેરાત

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) વીરેન્દ્ર સિંહ બસોયા – એક ભાગેડુ આરોપી અને ડ્રગ ટ્રાફિકિંગ સિન્ડિકેટના કિંગપીનને – સંયુક્ત આરબ અમીરાત (UAE) થી ભારત લાવશે. કેન્દ્રીય…

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) વીરેન્દ્ર સિંહ બસોયા – એક ભાગેડુ આરોપી અને ડ્રગ ટ્રાફિકિંગ સિન્ડિકેટના કિંગપીનને – સંયુક્ત આરબ અમીરાત (UAE) થી ભારત લાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આ જાહેરાત કરી હતી. બસોયા પર આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ રેંકનો નેતા હોવાનો આરોપ છે.

આ ભારત માટે બીજી મોટી સફળતા છે. વીરેન્દ્ર સિંહ બસોયા પહેલા, દાઉદ ઇબ્રાહિમના નજીકના સહયોગી સલીમ ડોલા – ને આ વર્ષના એપ્રિલમાં તુર્કીથી ભારત લાવવામાં આવ્યો હતો. ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જારી કર્યા બાદ તેની તુર્કીમાં ધરપકડ કરવામાં આવી હતી.અને ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. તે આશરે ₹5,000 કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કનો ભાગ હતો.

અમિત શાહે એકસ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ સંયુક્ત આરબ અમીરાતમાંથી ભાગેડુ આરોપી અને ડ્રગ હેરફેરના મુખ્ય સૂત્રધાર વીરેન્દ્ર સિંહ બસોયાને પરત લાવવાની ખાતરી આપી છે.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર વિદેશમાં છુપાયેલા ડ્રગ દાણચોરોને સતત શોધી રહી છે અને કડક વલણ અપનાવીને, તેમના સમગ્ર નેટવર્કને તોડી પાડી રહી છે.” તેમણે ઉમેર્યું હતું કે UAEથી બસોયાના પરત આવવાની ખાતરી કરીને, NCB એ નાર્કોટિક્સ સામે શૂન્ય-સહિષ્ણુતા નીતિમાં “નવો સીમાચિહ્ન” સ્થાપિત કર્યો છે.