Site icon Gujarat Mirror

ભાવનગરમાં આચાર સંહિતા ભંગ, કોંગ્રેસ દ્વારા ચૂંટણી વિભાગમાં લેખિત ફરિયાદ

 

ભાવનગર શહેરના સુભાષનગર ચોક સ્થિત જૈન દેરાસર પાસે મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી LED સ્ક્રીન પર વિકાસ કામો અને ખાતમુહૂર્તના વીડિયો સાથે વડાપ્રધાન તથા મુખ્યમંત્રીના ફોટા દર્શાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દાવેદારે ચૂંટણી વિભાગમાં લેખિત ફરિયાદ આપી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ અંગે ઘોઘા સર્કલ વોર્ડ નંબર 13માંથી કોંગ્રેસ પક્ષના દાવેદાર કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે સુભાષ નગર ચોક જેન દેરાસર પાસે લાગેલ એલઇડીમાં મારા ધ્યાને આવ્યું કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતી LED સ્ક્રીન ઉપર અત્યારે ભાવનગર મહાનગરપાલિકાએ જે કામો કરેલા છે, જે ખાતમુહૂર્ત કરેલા છે એના બધા વીડિયોની સ્ક્રીન ચાલી રહી છે. જેમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી બધાના ફોટાવાળું છે, હાલ આચારસંહિતા ચૂંટણીના હિસાબે ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી હોય અને આચારસંહિતા ચાલુ હોય અને આ રીતનો આચારસંહિતાનો ભંગ થતો હોય તેવું મારી નજરે આવતા આજરોજ ચૂંટણી વિભાગમાં આચારસંહિતા માટેની ફરિયાદ નોંધાવી છે કે આ કાર્ય માટે જે કોઈની ભૂલ થઈ હોય, ક્ષતિ હોય, જે કોઈ અધિકારી હોય તેની સામે કડક પગલાં લેવા માંગણી કરેલી છે.

Exit mobile version