Site icon Gujarat Mirror

ભુજના માધાપરમાં IPL પર સટ્ટો રમાડતા ત્રણ બુકી પોલીસની ઝપટે ચડ્યા

હાલમાં IPLની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, તેવામાં એલસીબીએ માધાપરના ગંગેશ્વર રોડ પર આવેલ માધવબાગના ફાર્મ હાઉસ પર ચાલતા સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી ત્રણ બુકીઓને 2 લેપટોપ, 8 ફોન અને ટીવી-રાઉટર સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

માધાપરમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલની મેચ પર હારજીતનો સટ્ટો રમતા આરોપી નીલેશ પ્રતાપ નંદા ભાનુશાલી, મુળ મુંબઈના અને હાલ માધાપર રહેતા આરોપી ધર્મેશ પ્રવીણ ચોથાણી ઠક્કર અને નીલેશ હરેશ ભોજવાણીને દબોચી લીધા છે.

એલસીબીને બાતમી મળી હતી કે,માધવબાગ પ્લોટ નંબર એ-4 માં રહેતો આરોપી નીલેશ ભાનુશાલી પોતાના મળતિયાઓ સાથે હાલમાં ચાલી રહેલી આઈપીએલની મેચ પર સટ્ટો રમી-રમાડી રહ્યો છે અને પોતાના રહેણાંક મકાનનો જુગારખાના તરીકે ઉપયોગ કરે છે.

બાતમીને આધારે સ્થાનિકે તપાસ કરતા ત્રણેય આરોપી મળી આવ્યા હતા. જે બાદ પોલીસે તપાસ કરતા ક્રિકેટ મેચમાં હારજીત અને ઓવરની સેશન દરમિયાન કેટલા રન થશે તેના સટ્ટાના કુલ રૂૂપિયા 55.25 લાખના સોદા થયેલા હતા. બે લેપટોપ, ટીવી, આઠ મોબાઈલ અને રાઉટર સહીતનો કુલ 76 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ માધાપર પોલીસમાં જુગારધારાનો ગુનો દાખલ કરાવાયો હતો.

પોલીસે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે ક્રિકેટ સટ્ટા માટે હાલમાં બે લાઈન ચાલુ હોવાનું જણાવ્યું હતું. જેમાં જાપાન લાઈનના સોદા માટે એક અલગ ફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે પેરિસ જેરી લાઈનના સોદા માટે પણ અલગ મોબાઈલ રાખેલો હતો. અને સોદો થયા બાદ આરોપીઓ લેપટોપ પર તેનો હિસાબ રાખતા હતા.

બુકીઓ હારજીત સહિત ઓવરની સેશન દરમિયાન કેટલા રન થશે તેનો સટ્ટો ગ્રાહકો પાસેથી લેતા હતા. આરોપીઓએ 3 મોબાઈલ ગ્રાહકોના સોદા લેવા રાખેલા હતા. લેપટોપમાં Assistant એપમાં હિસાબની એન્ટ્રીઓ હતી જેમાં મુંબઈની બેટિંગ દરમિયાન 11 ઓવર સુધી દિલ્હી કેપિટલના સોદામાં -2812.33 તેમજ મુંબઈ ઇન્ડિયન્સના સોદામાં 4519.33 થયા હતા.

Exit mobile version