આંતરરાષ્ટ્રીય

વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળવો જોઇએ, અમેરિકન રેસલર જોર્ડન બુરોઝની માગણી

Published

on

અમેરિકન રેસલર જોર્ડન બુરોઝે X પર એક પોસ્ટ મુકીને વિનેશ ફોગાટને સિલ્વર મેડલ આપવાની માંગ કરી હતી. આ સાથે તેમણે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) પાસેથી કેટલાક ફેરફારોની માંગ કરી હતી. તેમણે લખ્યું- કદાચ આવી વાર્તાઓ IOCને જાગૃત કરશે. મને લાગે છે કે કુસ્તીમાં છ કરતાં વધુ વજન વર્ગની જરૂૂર છે. વિશ્વ-કક્ષાના સ્પર્ધકો સામેની ત્રણ કપરી મેચો પછી કોઈપણ રમતવીરને આ રીતે ગોલ્ડ મેડલની તૈયારીમાં રાતો વિતાવવી ન જોઈએ. ભારતીય ટીમ સંપૂર્ણપણે નિરાશ છે. જોર્ડને યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) ને પણ નિયમો બદલવા માટે કહ્યું છે.


તેમણે લખ્યું- બીજા દિવસે 1 કિલો વજન ભથ્થું આપવું જોઈએ. વજન માપવાનું સવારે 8:30 થી વધારીને 10:30 સુધી કરવું જોઈએ. ફાઇનલમાં જો વિરોધી ફાઇનલિસ્ટ વજન ઘટાડવામાં નિષ્ફળ જાય તો તેને હારનો સામનો કરવો પડે છે. સેમિફાઇનલમાં વિજય મેળવ્યા પછી, બંને ફાઇનલિસ્ટના મેડલ સુરક્ષિત હોવા જોઈએ. બીજા દિવસે વજન ઉતારવામાં ભૂલ થાય તો પણ. માત્ર તે જ કુસ્તીબાજ ગોલ્ડ મેડલ જીતી શકે છે જે બીજા દિવસે વજન ઘટાડશે. વિનેશને સિલ્વર મેડલ આપવો જોઈએ. જોર્ડને વિનેશનું વજન ઓછું કરવા અંગે પણ મોટી વાત કહી. તેમણે લખ્યું કે આજે સવારે વિનેશનું વજન માત્ર 100 ગ્રામ અથવા 0.22 પાઉન્ડ ઓછું હતું. આ 100 ગ્રામ વજન સાબુના 1 બાર, 1 કીવી, 2 ઇંડા અને 100 પેપર ક્લિપ્સ જેટલું છે.વિનેશની સાથે આંદોલનમાં ભાગ લેનારી રેસલર સાક્ષી મલિકે પણ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. સાક્ષીએ કહ્યું- વજન ઘટાડવું એ મેટ પર કુસ્તી કરતા પણ મોટો સંઘર્ષ છે. બીજી તરફ, યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના વડા નેનાદ લાલોવિકે કહ્યું છે કે પરિસ્થિતિ દુ:ખદ છે, પરંતુ હવે કંઈ કરી શકાય તેમ નથી. વિનેશને મેડલ અપાવવાના સવાલ પર લાલોવિચે કહ્યું- તે અશક્ય છે.
જોર્ડનના આ અભિયાનને બજરંગ પુનિયાએ પણ સમર્થન આપ્યું છે. બજરંગે લખ્યું- વિનેશ ફોગાટને સિલ્વર આપવામાં આવે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા જોર્ડનના આ પ્રસ્તાવમાં યોગ્યતા છે. આનો અમલ તાત્કાલિક અસરથી થવો જોઈએ જેથી કરીને કુસ્તીબાજોના ભવિષ્ય સાથે ખેલ ન થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version