તળાજાના મોટીમાંડવાળી ગામે આવારા તત્વોના ત્રાસ સામે ગામલોકોનો મોરચો

ભાવનગર જિલ્લાના તળાજાના મોટીમાંડવાળી ગામના પટેલ સમાજના લોકો જે સુરત સહિત અન્યપ્રાંતમા સ્થાયીથઈને ધનપતિ બન્યા છે અને તેઓને પોતાના વતન પ્રત્યે લાગણીહોય અહીં જાહેર સુખાકારી…

ભાવનગર જિલ્લાના તળાજાના મોટીમાંડવાળી ગામના પટેલ સમાજના લોકો જે સુરત સહિત અન્યપ્રાંતમા સ્થાયીથઈને ધનપતિ બન્યા છે અને તેઓને પોતાના વતન પ્રત્યે લાગણીહોય અહીં જાહેર સુખાકારી ના કામો કર્યાછે તે કાર્યક્રમ માટે આવેલ પટેલ પરિવાર ના સભ્યો સાથે ચાર દિવસમા બે વખત લુખ્ખાગીરી નો કડવો અનુભવ થતા આજે પટેલો તળાજા પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા.એક યુવાને પોલીસ ને રજુઆત કરીને માંડવાળી અને ભદ્રાવળ ના મળી છ ઈસમો વિરુદ્ધ અરજીઆપી ને ફૌકદારી કાર્યવાહી કરવાની ફરજપડી હતી.
તળાજા પોલીસ મથક બહાર આજે મોંઘી ફોરવહીલ ના કાફલા સાથે લોકોઆવ્યા હતા.પોલીસ મથકે શૂટબુટ મા બહાર બેસેલા લોકોને જોઈ શુથયું તેવા સવાલો સાથે નગરમાં ફોન રણકતાથયા હતા.જેને લઈ આધારભૂત વર્તુળોએ જણાવ્યુહતુંકે મોટી માંડવાળી ગામના પટેલો છે.

તેમાંના વિજયભાઈ જીવરાજભાઈ ધામેલીયા/પટેલ/38 રહે.મોટી માંડવાળી એ તળાજા પોલીસ ને અરજીઆપીછે.જેમાં તા.10/11 ના માંડવાળી ગામેથી વરલ ગામે જતા હતા. આ કામના સામાવાળા અરજદારની ફોરવ્હીલ ગાડીની આગળ કરી ઊભી રાખી અરજદારને કહેલ કરે હુ હોર્ન મારૂૂ છું તો ઉભી કેમ નથી રાખતો, તેમ કરી માથાકૂટ કરેલ. તે દિવસે વડીલો મારફતે સમાધાન થયેલ. બાદ તા.12/11 ના અજદારના ઘરની બાજુમા કાર્યક્રમ હોય ત્યા સામાવાળા જઈ ત્યા મંડપ વાળા માણસો સાથે ગાળા ગાળી કરેલ.લુખ્ખાગીરી કરનારમા અરજદાર એ કરણ, સાગર, નીરવ, રઘુ માંડવાળી ગામના છે જ્યારે શુભમ અને વિપુલ બંને ભદ્રાવળ ગામના રહીશ છે.