ગીરના જસાધાર રેન્જમાં સિંહ યુગલની પજવણીનો વીડિયો વાયરલ

એશિયાટિક સિંહોના એકમાત્ર આશ્રયસ્થાનસમા ગીર જંગલમાં વન્યજીવોની સુરક્ષા સામે ફરી એકવારગંભીર સવાલો ઊભા થયા છે.ઉના નજીકની જસાધાર રેન્જ ની સરહદે કેટલાક યુવકોએ લાઇક્સ અનેવ્યુઝમેળવવા ની…

એશિયાટિક સિંહોના એકમાત્ર આશ્રયસ્થાનસમા ગીર જંગલમાં વન્યજીવોની સુરક્ષા સામે ફરી એકવારગંભીર સવાલો ઊભા થયા છે.ઉના નજીકની જસાધાર રેન્જ ની સરહદે કેટલાક યુવકોએ લાઇક્સ અનેવ્યુઝમેળવવા ની ઘેલછામાં સિંહ-સિંહણના યુગલની પજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.પ્રકૃતિના આસૌમ્યપણ હિંસક જીવની શાંતિમાં ખલેલપહોંચાડતું આ કૃત્ય સિંહપ્રેમીઓમાં ઘેરા આક્રોશ અને ચિંતાનું કારણ બન્યું છે.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક યુવક પોતાના જીવનું જોખમવહોરીને સિંહ યુગલની બિલકુલ નજીક, તેમની પાછળ ચાલી રહ્યો છેદરમિયાન તેના અન્ય સાથીઓ આ સમગ્રજીવસટોસટના ખેલનું મોબાઇલમાં શૂટિંગ કરી રહ્યાછે.ઓડિયોમાં યુવકો વનરાજને ’જાંબો કહી ઉશ્કેરતાપણ સંભળાયછે. સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે વન્યજીવ ની પ્રાઇવસી અને પ્રકૃતિના નિયમોનો આ રીતે ભંગ કરવો અત્યંત ખેદજનક અને ઘાતક છે.

વન્યજીવોના વર્તનથી અજાણ લોકો દ્વારા થતી આવી પજવણી માત્ર સિંહ માટે જ નહીં, પરંતુ પજવણી કરનાર માણસ માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે.એક ક્ષણની ઉશ્કેરાટ સિંહના જીવલેણ હુમલામાં પરિણમી શકે છે.આ ઘટના વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો બને છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ધારી પંથકમાં પણ સિંહની પજવણીનો વીડિયો વાયરલ થયો હતો,જેમાં વન વિભાગે ત્વરિતકાર્યવાહી કરી ગુનેગારોને જેલભેગાકર્યા હતા છતાં ઉના પંથકમાં આઘટનાનું પુનરાવર્તન થતાં વન વિભાગની ક્ષેત્રીય સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.

જશાધાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે.સી.ચૌહાણ એ આ બાબતે જણાવ્યું કે અમારા ધ્યાને વિડીયો આવતાં જ સઘન તપાસનાઆદેશ આપી દેવાયા છે.વાયરલવીડિયો નું ચોક્કસ લોકેશન શોધવા સ્ટાફને કામે લગાડ્યો છે.