Site icon Gujarat Mirror

મીડિયા ઉપર ધારિયા સાથેનો ફોટો મૂકનાર ઇસમને પકડી પાડતી વેરાવળ પોલીસ

ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પી.સબ.ઇન્સ. આર.એચ. સુવાની રાહબરી હેઠળ એ.એસ.આઇ. ડી.એમ. કુંભારવડીયા, પો.હેડ.કોન્સ. વિપુલભાઈ અમૃતભાઇ, મહેન્દ્રભાઇ બાબુભાઇ, અનિરુધ્ધસિંહ જયવંતસિંહ પો.કોન્સ, કૈલાશસિંહ જેશાભાઇ, મહાવિરસિંહ મંગલસિંહ, હિતેષભાઇ દાનાભાઇ તથા નદીમભાઇ શેરમહમદ એ રીતેના એસ.ઓ.જી. શાખાના પો.સ્ટાફના માણસો પ્રભાસ પાટણ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન ભાલપરા ગામના સુનિલ કિશનભાઇ ચાવડા ઉ. વર્ષ 27 ને લોખંડના ધારીયા જેવા હથીયાર સાથે સોશ્યલ મીડીયામા ફોટો અપલોડ કરેલ હોય જેને લોખંડના ધારીયા હથીયાર સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમા જી.પી.એક્ટ ક.135 મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (તસ્વીર: દેવાભાઇ રાઠોડ)

Exit mobile version