તિરંગા યાત્રા માટે રેસકોર્સથી જ્યુબિલી સુધી વાહનોને પ્રવેશબંધી

શહેરમાં આવતીકાલે યોજાનાર ‘તિરંગા યાત્રા’ કાર્યક્રમને ધ્યાને રાખીને શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં…

શહેરમાં આવતીકાલે યોજાનાર ‘તિરંગા યાત્રા’ કાર્યક્રમને ધ્યાને રાખીને શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા બહુમાળી ભવન ચોકથી શરૂૂ થઈ કસ્તુરબા રોડ થઈને જ્યુબેલી ચોક ખાતે પૂર્ણ થનાર હોય જેમાં વિશાળ સંખ્યામાં જાહેર જનતા જોડાવાની શક્યતા હોવાથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે સવારે 07:00 થી 11:30 વાગ્યા સુધી તિરંગા યાત્રાના નિશ્ચિત રૂૂટ પર વાહનો માટે “પ્રવેશ બંધ” તથા “નો-પાર્કિંગ” ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાં પોલીસ હેડક્વાર્ટર સર્કલથી બહુમાળી ભવન ચોક, કસ્તુરબા રોડ, ધરમ સિનેમા ચોક, ચૌધરી હાઈસ્કૂલ ચોક, અરવિંદભાઈ મણિયાર હોલથી લઈને જ્યુબેલી ચોક સુધીના સમગ્ર રોડ માત્ર તિરંગા યાત્રા સાથે જોડાયેલા અને સરકારી/ઈમરજન્સી વાહનોને સિવાયના તમામ પ્રકારના સામાન્ય વાહનો માટે પ્રવેશ બંધ તથા પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, આ જાહેરનામું ફરજ પરના પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડ તેમજ આકસ્મિક સંજોગોમાં સરકારી વાહનોને લાગુ પડશે નહીં. તિરંગા યાત્રા દરમિયાન શહેરની ટ્રાફિક વ્યવસ્થા સજ્જ રહે તે માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા
1. જૂની એન.સી.સી. ચોકથી કિશાનપરા ચોક અને ચિન્નોઈ માર્ગથી ટ્રાફિક શાખા તરફ જઈ શકાશે.
2. શ્રોફ રોડથી ટ્રાફિક શાખા તથા પોલીસ હેડક્વાર્ટર સર્કલ તરફ જઈ શકાશે.
3. ગેલેક્સી 12-માળ બિલ્ડિંગથી જિલ્લા પંચાયત ચોક તરફથી પસાર થઈ શકાશે.
4. ટ્રાફિક શાખાથી જૂની એન.સી.સી. ચોક અથવા જામટાવર ચોકથી હોસ્પિટલ ચોક/ખટારા સ્ટેન્ડ તરફ જઈ શકાશે.
5. પ્રદ્યુમ્નનગર પોલીસ મથક તરફથી આવતા વાહનો ફૂલછાબ ચોકથી જઈ શકશે.
6. હોસ્પિટલ ચોકથી કોર્ટ ચોક અથવા લોટરી બજાર તરફથી જઈ શકાશે.
7. હરિહર ચોક તરફના વાહનો લીમડા ચોક અને સદર રોડનો ઉપયોગ કરી શકશે.
8. ભાભા ગેસ્ટ હાઉસથી જ્યુબેલી તરફ: પંચનાથ મેઈન રોડ અથવા દીપક રોડ-વેઈઝથી ઢેબર રોડ વન-વે તરફથી જઈ શકાશે.
9. એસ.ટી. બસો માટે પારેવડી ચોકથી હોસ્પિટલ ઓવરબ્રિજના સર્વિસ રોડ, ખટારા સ્ટેન્ડ થઈને બસ ડેપો પહોંચી શકશે.

તિરંગા યાત્રામાં આવનાર માટે પાર્કિંગ માટેના નિયત સ્થળો
તિરંગા યાત્રામાં જોડનાર નાગરિકો તથા યાત્રામાં જોડાનાર લોકો માટે સાત અલગ અલગ સ્થળોએ પાર્કિંગની સુવિધા રાખવામાં આવી છે, જેમાં કાર, મોટરસાયકલ, સાયકલ માટે નેહરુ ઉદ્યાન, બહુમાળી ભવન (સરકારી ક્વાર્ટર ગેટ),મહાત્મા ગાંધી મ્યુઝિયમ તથા ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જયારે બસો માટે રેસકોર્સ મેળાગ્રાઉન્ડમાં તેમજ બસ, ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ તથા શાસ્ત્રી મેદાન ખાતે પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.