RMCની આવાસ યોજનામાં ગેરરીતિ મુદ્દે 3 કર્મચારીને ચાર્જશીટ

રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં બહુ ગાજેલા ખાયકી પ્રકરણ અને ફરજમાં ગેરહાજર રહેવા બદલ આવાસ વિભાગના અધિકારી સુર્યપ્રતાપસિંહે ત્રણ કર્મચારીઓને શો કોઝ નોટિસ આપી ખુલાસો મંગાયા…

રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં બહુ ગાજેલા ખાયકી પ્રકરણ અને ફરજમાં ગેરહાજર રહેવા બદલ આવાસ વિભાગના અધિકારી સુર્યપ્રતાપસિંહે ત્રણ કર્મચારીઓને શો કોઝ નોટિસ આપી ખુલાસો મંગાયા બાદ આ ખુલાસો સંતોષકારક નહીં જણાતાં નાણાંકિય ઓથોરાઇઝ્ડ ડિજીટલ રાઇટ્સનો ગેર ઉપયોગ કરવા બદલ કોન્ટ્રાક્ટ બેઈઝ સોશિયલ ડેવલપમેન્ટ ઓફિસર કેયુરભાઇ ગાંધી, તેમજ હાજરી પુરીને ગેરહાજર રહેવા બદલ આવાસ યોજન વહિવટી વિભાગના સિનિયર ક્લાર્ક સ્વાતીબેન ચૌહાણ, અને આવાસ યોજનાના વહિવટી વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઈઝ લાઇવલી હુડ ડેવલપમેન્ટ ઓફિસર રાજુભાઇ વનને વારંવાર બીન અધિકૃત રીતે ગેરહાજર રહીને મહાનગરપાલિકા સાથેે છેતરપિંડી કરવા અંગે ચાર્જશીટ આપ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી અધિકારીઓ અને કર્મચારીઓની લાલિયાવાડી ચાલે છે. પણ, અધિકારીઓ દ્વારા કર્મચારીઓના આર્થિક હિતને નુકસાન ન થાય તે માટે કોઇ મહત્વના શિક્ષાત્મક પગલાં ક્યારેય પણ લેવામાં આવતા નથી. ત્યારે આવાસ વિભાગના અધિકારી અને પુર્વ આર્મી ઓફિસર સુર્યપ્રતાપસિંહે આવાસ વિભાગના ત્રણ કર્મચારીઓને વિવિધ ગેરરીતિ બદલ પહેલા શો કોઝ નોટિસ અને આખરે આ ત્રણેય કર્મચારીઓ સામે ચાર્જશીટ (તહોમતનામું) મુકીને દાખલારૂૂપ કામગીરી કરતા મહાનગરપાલિકામાં તહેલકો મચી ગયો છે.

આવાસ યોજના વિભાગમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટબેઇઝ્ડ સોશિયલ ડેવલપમેન્ટ ઓફિસર કેયુરભાઇ ગાંધી સામે એક આવાસ લાભાર્થી આનંદકુમાર ડોડિયાએ નાણાંકિય ગેરરીતિની લેખિત ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં જણાવાયા મુજબ લાભાર્થી આનંદકુમાર ડોડિયાની અસલ રસીદ સિસ્ટમમાંથી રદ કરવા માટે ઓથોરાઇઝ્ડ કરતી વખતે સોશિયલ ડેવલપમેન્ટ ઓફિસર કેયુરભાઇ ગાંધીએ જરૂૂરી ભૌતિક દસ્તાવેજી ચકાસણી કે અસલી રસીદ જમા લીધા વગર ખોટી રસીદ કાઢી બેદરકારીપુર્વક પ્ર્રમાણિત કરવાની ગંભીર ફરજચૂક કરાયાનું તહોમત લગાવવામાં આવ્યું છે. કેયુર ગાંધી સામેે મેનેજર સુર્યપ્રતાપસિંહે અલગ અલગ 20 મુદ્દાઓ પર ચાર્જશીટ આપી છે.

આવી જ રીતે મહાનગરપાલિકાના આવાસ વિભાગના કાયમી કર્મચારી સ્વાતિબેન ચૌહાણ સામે પણ શંકાસ્પદ મેડિકલ સર્ટિફિકેટ સહિત 14 મુદ્દાની ચાર્જશીટ મુકવામાં આવી છે. સ્વાતીબેન ચૌહાણ પોતાની ફરજ પર આવીને કોઇને જાણ ર્ક્યા વગર જ બહાર જતાં રહીને ફરજ પર ગેરહાજર રહેતા હતા. તેમને પણ અલગ અલગ 14 મુદ્દાઓ પર ચાર્જશીટ આપવામાં આવ્યું છે. અને તા. 14 ઓગસ્ટ સુધીમાં ખુલાસો કરવા લેખિતમાં જણાવાયું છુે જ્યારે આવાસ યોજનાના વહિવટી વિભાગના કોન્ટ્રાક્ટ બેઈઝ્ડ લાઇવલિ હુડ ડેવલપમેન્ટ ઓફિસર રાજુભાઇ વન સામે કચેરીના બીનઅધિકૃતરીતે ફરજમાં ગેરહાજર રહીને શાખા ઈન્ચાર્જ કર્મચારી અને અધિકારીની ફરજને નુકસાન પહોંચાડવાના હેતુથી સદંતર ખોટી માહિતી રજુ કરીને તપાસમાં ઉપરી અધિકારીને ગેરમાર્ગે દોરવા, કચેરીના સમયનો અંગત કામ માટે દુરૂૂપયોગ કરવા સહિતના મુદ્દે 14 મુદ્દાનું ચાર્જશીટ કરાયું છે.