ગુજરાત

વંદે ભારત ટ્રેનનો રેકોર્ડ, 130 કિ.મી.ની ઝડપે દોડી

Published

on

અમદાવાદ-મુંબઈ વચ્ચે 20 કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન શરુ થઈ ગઈ છે. આ વંદે ભારત ટ્રેનની 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ કરવામાં આવી રહી છે. આજે (09 ઑગસ્ટ) સવારે 7 વાગ્યે અમદાવાદથી વંદે ભારત ટ્રેન રવાના થઈ હતી.


વંદે ભારત ટ્રેન તેના ટ્રાયલ રન દરમિયાન અમદાવાદથી વડોદરા-સુરત થઈને મુંબઈ સેન્ટ્રલ પહોંચી ગઈ છે. હાલમાં દેશના મોટા શહેરો વચ્ચે વંદે ભારત ટ્રેન 16 કોચ અને નાના શહેરો વચ્ચે 8 કોચ સાથે દોડી રહી છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે 16 કોચની બે વંદે ભારત ટ્રેન પણ દોડી રહી છે. ત્યારે હવે અમદાવાદથી 20 કોચની વંદે ભારત ટ્રેનના ટ્રાયલ રન દરમિયાન, પહેલેથી ચાલી રહેલા 14ઈ + 2ઊ કોચમાં વધુ 4ઈ કોચ ઉમેરવામાં આવ્યા છે.


વંદે ભારત ટ્રેનને મળી રહેલા 100 ટકા પ્રતિસાદ અને ઓક્યુપન્સીને ધ્યાનમાં રાખીને ટ્રાયલ રનની સફળતા બાદ દેશની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવશે. હાલ 16 કોચવાળી વંદે ભારત ટ્રેનને 20 કોચ સાથે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ કરીને એ જોવામાં આવી રહ્યું છે કે કોચની સંખ્યા વધારવાથી સ્પીડમાં કોઈ ફરક પડે છે કે કેમ તેમજ ટ્રેનને અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીથી મુંબઈ વચ્ચે 160 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે પમિશન રફ્તારથ પ્રોજેક્ટ પાંચ વર્ષ પહેલા શરુ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પહેલા 130 કિ.મી. અને પછી 160 કિ.મી. પ્રતિકલાક સુધી અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવશે. લાંબા અંતરને આવરી લેતી ટ્રેનો મુસાફરોને સલામત અને ટૂંકા સમયમાં પૂરી પાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version