રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ રેસ્ટોરન્ટમાં બિલ્ડરની બર્થ ડે પાર્ટી ઉપર પોલીસે દરોડો પાડતા પરિવાર સાથે પાર્ટી માણી રહેલ 80 પૈકી 38 લોકો નશો કરેલી હાતલમાં ઝડપાતા ભદ્ર સમાજની મહિલાઓ તથા પુરૂષોનું મીડિયા સમક્ષ પ્રદર્શન કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને ‘કિડીને કોસનો ડામ’ આપવા જેવો આ ઘટનાક્રમ રાજકોટ સીત દેશભરમાં ચર્ચાનો વિષય બનેલ છે. સાથો સાથ ફરી એક વખત ગુજરાતમાંથી દારૂ બંધી ઉઠાવી લેવાનો અવાજ પણ ઉઠયો છે.
ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ પીવો તે ગુનો છે પરંતુ બર્થ ડે પાર્ટીમાં દારૂ પીધેલા પકડાયેલા લોકોની અને સારા ઘરની મહિલાઓની આબરૂનો જે રીતે ફજેતો કરાયો તેનાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આ ઘટનામાં જે રીતે મીડીયા ટ્રાયલ ચાલી રહ્યું છે તેનીપણ ટીકા થઇ રહી છે.
નાના ગુનાની મોટી સજા સમાન ઘટનાક્રમના ગાંધીનગર સુધી પડઘા પડયા છે અને ટુંક સમયમાં મોટા ધડાકા થવાની પણ શકયતા છે તેમજ સમૃધ્ધ લોકોના પરિવારનો તમાસો કરનાર લોબી સામે પણ કાનુની રાહે પગલા ભરવા ટોચના વકીલોની સલાહ લેવાઇ રહી હોવાનું જાણવા મળે છે.
ગુજરાતમાં દારૂબંધીના ભંગની સજામાં માત્ર રૂા.600ના જામીનની જોગવાઇ છે. જયારે વધુમાં વધુ ઉઠતી કોર્ટ સુધીની કે, એક દિવસ સામાજિક સેવા કરવાની સજાની જોગવાઇ છે. કાનુન પણ આ ગુનાને ખુબ જ હળવાથી લ્યે છે પરંતુ સારા ઘરના લોકો દારૂ પીધેલા પકડાયા તેના કારણે પરિવારની મહિલાઓની આબરૂનો ધજાગરો કરવાની માનસિકતા સામે વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. આ ઘટના બાદ હવે દારૂબંધી સામે સવાલો ઉઠયા છે અને બિલ્ડરો- વેપારીઓમાં માત્ર કાગળ પર ચાલતી સગવડીયા ધર્મ જેવી દારૂબંધી ઉઠાવવા માંગણી ઉઠવા પામી છે. ખુદ સતાધારી પક્ષ ભાજપમાં પણ ખોખલી દારૂબંધી સામે વ્યાપક ગણગણાટ જોવા મળે છે.
કોઈની આબરૂ ઉપર હાથ મારવાની કોશિષ ના કરવી જોઈએ: શંકરસિંહ
રાજકોટમાં દારૂની પાર્ટી ઝડપાયા બાદ મહિલાઓના કરાયેલ ફજેતા અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, મેં જે દ્રશ્યો જોયા એમાં જુવાન દીકરા-દીકરીઓ મોઢા ઉપર ઢાંકી દે, પાલવ ઢાંકી દે. હું ગુજરાત સરકારને પૂછવા માંગુ છું કે તમે આ જુવાન જવાનીને શાના માટે બરબાદ કરી રહ્યા છો? જે આખી જિંદગી એના ઉપર દાગ રહેવાનો કે આ દારૂૂની પાર્ટીમાં પકડાયેલા લોકો છે. હું સરકારને કહીશ કે તમે મહેરબાની કરીને આ નીતિનો ત્યાગ કરી દો, આ ખોટી નીતિ છે જે અમલમાં આવવાની પૂરી શક્યતા નથી. કોઈકની આબરૂૂ ઉપર હાથ મારવાની આવી નાકામી કોશિષ ના કરવી જોઈએ. પોતાના ફોટા જોઈને એ લોકોને કેવું થાય કે શા માટે મોઢા સંતાડવા પડે છે. આ કોઈ ખૂનનો કેસ છે? બહુ મોટી લૂંટફાટનો કેસ છે? ખૂનના કેસ વાળાનું તો ભાજપ વાળા ફોટા પડાવીને સન્માન કરે છે. તો પોલીસ ખાતું પણ મર્યાદા રાખે. મહેરબાની કરીને આમાં જે થતું હોય એ કરે પણ એમના ફોટા છાપવા, એમને બધું મીડિયામાં બતાવવું કરવું, આ આ સારું નહીં.
દારૂબંધી દુર કરાય તો ‘પીનારા’ કંટ્રોલમાં રહેશે: એસ.પી.જી.
ગુજરાતમાં દારૂૂબંધીની નીતિ પર ફરી ચર્ચા તેજ બની છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે દારૂૂબંધી હટાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે દારૂૂ-ડ્રગ્સ ખુલ્લેઆમ મળતા યુવાનો વ્યસનના રવાડે ચઢી રહ્યા છે.
લાલજી પટેલે જણાવ્યું કે, દારૂૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ સરળતાથી ઉપલબ્ધ છે. આ પરિસ્થિતિને કારણે, ફક્ત પાટીદાર સમાજના જ નહીં, પરંતુ તમામ સમાજના યુવાનો મોટા પાયે વ્યસનના રવાડે ચડી રહ્યા છે. તેમણે સરકારની કાયદો અને વ્યવસ્થા જાળવવાની ક્ષમતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થા મજબૂત ન હોવાને કારણે જ દારૂૂ અને ડ્રગ્સનું વેચાણ અને સેવન નિર્ભયપણે ચાલી રહ્યું છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે દલીલ કરી કે, જો દારૂૂબંધી હટાવવામાં આવે તો દારૂૂ પીનારા લોકો નિયંત્રણમાં રહીને દારૂૂનું સેવન કરી શકે છે, જે હાલની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તેની આડપેદાશોને અટકાવવામાં મદદરૂૂપ થશે.
દારૂ બંધી સામે રાજકોટથી અવાજ ઉઠાવવાની શરૂઆત કરીએ : તળાવીયા
રાજકોટમાં બિલ્ડરની દારૂ પાટીમાં રેડ બાદ ગુજરાત ક્રેડાઇના જોઇન્ટ સેક્રેટરી ધૃવિક તળાવીયાએ એક વીડિયો પોસ્ટ કરી ગુજરાતમાંથી દારૂ બંધી હટાવવા માંગણી કરી છે. રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ ધ્રુવિક પટેલે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું હતું કે, રાજકોટથી એક અવાજ ઉઠાવવાની શરૂૂઆત કરીએ. એક એવું આંદોલન જેનો ઉદ્દેશ્ય ‘ગુજરાત પ્રોહિબિશન એક્ટ’ (દારૂૂબંધી કાયદો)ને નાબૂદ કરવાનો છે. આ કાયદો ગુજરાતમાં આલ્કોહોલ યુક્ત પીણાંના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, પરિવહન, ખરીદી અને સેવન પર લગભગ સંપૂર્ણ પ્રતિબંધ લાદે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 21મી સદીમાં દારૂૂનું સેવન કરવું એ ગુનો ન હોવો જોઈએ. અફઘાનિસ્તાન સિવાય બીજું કદાચ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં દારૂૂ ગેરકાયદેસર છે. સૌએ દારૂૂના સેવનને ખરાબ કે ગુનાહિત ગણાવવાનું બંધ કરવાની જરૂૂર છે. દારૂૂ સાથે પાર્ટી કરવા બદલ લોકોની ધરપકડ કરવી કે તેમની સામે ઋઈંછ દાખલ કરવી – આવું તો પાષાણ યુગના લોકો કરતા હશે!
