રવિપુષ્ય નક્ષત્રમાં 450 કરોડના સોના-ચાંદીની ખરીદી

આજે રવિ પુષ્ય નક્ષત્રાના શુભ મુહૂર્તને લઈ રાજ્યની સોનાચાંદીની માર્કેટમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગોલ્ડના ભાવમાં થયેલો ઘટાડો અને આજના…

આજે રવિ પુષ્ય નક્ષત્રાના શુભ મુહૂર્તને લઈ રાજ્યની સોનાચાંદીની માર્કેટમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગોલ્ડના ભાવમાં થયેલો ઘટાડો અને આજના શુભ મુહૂર્તને લઈ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના લોકોએ અંદાજિત 450 કરોડથી વધુના સોના-ચાંદીની ખરીદી કરી.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરની વાત કરીએ તો આજે પુષ્ય નક્ષત્રના દિવસે 450 કરોડથી વધુના સોના-ચાંદીની લોકો દ્વારા ખરીદી કરવામાં આવી. અમદાવાદમાં 70 કરોડના સોનાની અને 90 કરોડના ચાંદી સહિત અંદાજિત 160 કરોડનું વેચાણ થયું. સુરતમાં એક જ દિવસમાં અંદાજીત રૂૂ. 140 કરોડ, વડોદરામાં 90 કરોડ અને રાજકોટમાં અંદાજિત 70થી 80 કરોડના સોના-ચાંદીનું વેચાણ થયું.

રાજયના અમદાવાદ-રાજકોટ-સુરત- વડોદરા સહીતના શહેરોમાં પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તને લઈને સોના-ચાંદીની ખરીદી માટે જ્વેલર્સની દુકાનોમાં વહેલી સવારથી જ ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો.શુભ મુહૂર્તમાં સોનું કે ચાંદી ખરીદવું સમૃદ્ધિ અને ધનલાભનું પ્રતીક માનવામાં આવતું હોવાથી લોકો આ દિવસે ખાસ ખરીદી કરવાનું પસંદ કરે છે. સોનાના દાગીના, સિક્કા અને ચાંદીની વસ્તુઓની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો જ્વેલર્સની દુકાનોમાં પહોંચ્યા. આ અંગે અમદાવાદની રીટેલ જવેલર્સે જણાવ્યું હતું કે, આજે સોનાનો ભાવ 1.43 લાખ છે તે પણ ૠજઝ સાથે જેથી ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પણ અગાઉથી એડવાન્સ બુકિંગ થઈ ગયા હતા. તેમજ સવારથી એડવાન્સ બુકિંગ કરાવેલા ગ્રાહકો અને અન્ય ગ્રાહકો પણ ખરીદી માટે આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં ભાવમાં ઘટાડો થયો છે પરંતુ ગયા વર્ષની સરખામણીએ 10,000 રૂૂપિયા ભાવ વધુ છે.

જોકે ત્રણ દિવસમાં જે ભાવ ઘટ્યા તેને લોકો વધાવી મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. સુરતના સોની દીપકભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, “જ્યારે પુષ્ય નક્ષત્ર હોય છે ત્યારે લોકો ખૂબ જ શુભ મુહૂર્તમાં ખરીદી કરતા હોય છે. અગાઉ સોના અને ચાંદીના ભાવ ઊંચા હોવાથી બજાર મંદ જેવું લાગતું હતું, પરંતુ ભાવ ઘટવાથી આ વખતે ધનતેરસ અને આજના પુષ્ય નક્ષત્રમાં ખૂબ સારી ઘરાકી જોવા મળી રહી છે.” “સોનાનો ભાવ જે અગાઉ બે લાખ ઉપર પહોંચી ગયો હતો, તે હવે ઘટીને અંદાજે 1,75,000 રૂૂપિયા આસપાસ પહોંચ્યો છે અને ચાંદી જે 4 લાખ ઉપર હતી તે ઘટીને અંદાજે 2 લાખની અંદર આવી ગઈ છે. ભાવ ઘટવાના આ ફાયદાને કારણે સુરત શહેરમાં લોકો શુભ પ્રસંગો માટે અગાઉથી જ ખરીદીની બુકિંગ કરાવતા હોય છે અને આજના દિવસે સોનું-ચાંદી ખરીદવું ખૂબ જ શુભ મનાય છે.”

પુષ્ય નક્ષત્રમાં ખરીદી માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ખરીદેલી કિંમતી વસ્તુઓ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે છે. ખાસ કરીને સોના-ચાંદીને લક્ષ્મીજી સાથે જોડવામાં આવતાં હોવાથી લોકો આ દિવસે રોકાણ અને શુભ શરૂૂઆતના હેતુથી પણ ખરીદી કરે છે.આજના દિવસે સોના-ચાંદીના સિક્કા, દાગીના અને અન્ય વસ્તુઓની ખરીદી કરવાનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે આ દિવસે ખરીદી કરવાથી તેમાં અનેકગણો વધારો થાય છે તેવી લોકમાન્યતા છે.

રાજકોટમાં ગત વર્ષ કરતા આ વર્ષે 30 ટકા વધુ વેચાણ થવાનો અંદાજ
રવિ પુષ્ય નક્ષત્ર અને દિવાળીના તહેવારને લઈને સોના-ચાંદીની ખરીદી અંગે રાજકોટના વેપારી રિતેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, આજે રવિપુષ્ય નક્ષત્ર હોવાને કારણે સવારથી જ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગુરુપુષ્ય નક્ષત્રના હિસાબે કોઈપણ મુહૂર્ત જોયા વગર આખો દિવસ સોનું અને ચાંદી બંને ખરીદી શકાય છે. સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે, જેથી પાંચ-સાત દિવસ પહેલાં ચાંદીનો ભાવ રૂૂ. 2,00,000 ની આસપાસ હતો તે ઘટીને અત્યારે રૂૂ. 1,80,000 થી રૂૂ. 1,85,000 સુધી પહોંચ્યો છે. તેમજ સોનાનો ભાવ અગાઉ રૂૂ. 1,35,000 હતો તે ઘટીને અત્યારે રૂૂ. 1,28,000 થયો છે, જ્યારે હાઈએસ્ટ ભાવ સોનાનો રૂૂ. 1,40,000 થી રૂૂ. 1,45,000 અને ચાંદીનો રૂૂ. 2,60,000 સુધી હતો. દિવાળીના માહોલને લઈને ગ્રાહકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને ગ્રાહકો ખરીદી કરવા આવી રહ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ગ્રાહકી ઘણી સારી છે અને ગ્રાહકોમાં 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જેથી આ વર્ષની દિવાળી ખૂબ જ સરસ જશે તેવી ચોક્કસ આશા છે.