Site icon Gujarat Mirror

H-1B, PERM વિઝા ફ્રોડ સામે અમેરિકાની કાર્યવાહી : ભારતની ‘કોગ્નિઝન્ટ’ પણ રડારમાં

 

અમેરિકામાં H-1B અને પર્મ (PERM ) વર્ક વિઝામાં ચાલી રહેલી કથિત વિઝા છેતરપિંડી અને કૌભાંડો સામે અમેરિકાની સરકારે એક મોટું સર્ચ ઓપરેશન અભિયાન શરૂૂ કર્યું છે. અમેરિકી શ્રમ વિભાગના એક ટોચના અધિકારીના જણાવ્યાનુસાર, આ મોટા વિઝા કૌભાંડની તપાસમાં દિગ્ગજ આઇટી કંપની ’કોગ્નિઝન્ટ’ સહિત કેટલીય મોટી કંપનીઓ અમેરિકી એજન્સીઓના રડારમાં આવી ગઈ છે.

વિઝા સાથે જોડાયેલા આ મોટા ગોરખધંધા અને ગેરરીતિઓ સામે આ કડક પગલું અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સેની ’ટાસ્ક ફોર્સ ટુ એલિમિનેટ ફ્રોડ’ અંતર્ગત ઉઠાવવામાં આવ્યું છે.

અહેવાલો અનુસાર, અમેરિકી શ્રમ વિભાગ હેઠળ કામ કરતી સંસ્થા ’ઓફિસ ઓફ ધ ઇન્સ્પેક્ટર જનરલ’ દ્વારા આ આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. OIGની તપાસમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. જેમાં કેટલાય નિયુક્તા (એમ્પ્લોયર્સ) અને લેબર બ્રોકર્સે ભેગા મળીને વિઝા મેળવવા માટે નકલી કે બનાવટી અરજીઓ સબમિટ કરી હતી. આ ઉપરાંત વિદેશથી આવતા આ કામદારોનું શોષણ કરવામાં આવતું હતું. તેની પાસેથી નિયમ કરતા ખૂબ જ ઓછા વેતને પરાણે કામ કરાવાતું હતું અને તેમના પગારમાંથી ગેરકાયદે રીતે કપાત પણ કરવામાં આવતી હતી. બુધવારે ’ફોક્સ બિઝનેસ’ સાથેની વાતચીતમાં શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એન્થોની ડી એસ્પોસિટોએ આ કડક કાર્યવાહીની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, ’અમે આ મામલે અત્યાર સુધીમાં ડઝનબંધ સમન્સ ઇસ્યુ કરી દીધા છે.

IT સેક્ટરની જાણીતી કંપની કોગ્નિઝન્ટનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, ’અમારી પાસે એવા કેટલાક વ્હિસલબ્લોઅર્સ (બાતમીદારો) હાજર છે, જેઓ ’કોગ્નિઝન્ટ’ જેવી મોટી કંપનીઓ વિશે મહત્ત્વની માહિતીઓ આપી રહ્યા છે. આ કંપનીઓ પર્મ અને ઇં-1ઇ વિઝા સાથે જોડાયેલા વિવાદોમાં પહેલાથી જ ચર્ચામાં રહી છે.’

Exit mobile version